*નાવિસણાં ગત રોજ વડગામ તાલુકાના નાવિસણા ગામે પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય પ્રબોધચંદ્રસુરીશ્વરજી મ. સા.(ચકાચક દાદા) ના સાનિધ્ય માં અને ઝવેરી એમ વી ડિસ્પેન્સરી (મહાજન હોસ્પિટલ) પાલનપુર દ્વારા એક રોગ નિદાન સારવાર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પ માં નાવિસણા ગામ તેમજ આજુબાજુ ના વિસ્તારોના બહુ બહોળી સંખ્યા માં દર્દીઓ એ લાભ લીધેલ કેમ્પ માં સ્ત્રી અને પ્રસૂતિ રોગો ના નિષ્ણાત ડૉ જીગલ સોલંકી. ફેમિલી ફીજી. ડો ગુપ્તા. ફિઝિયોથેરાપિસ્ટ ડો. ડેરિયા વિગેરે તેઓની સહયોગી પેરા મેડિકલ ટીમ સાથે હાજર રહીને સેવાઓ આપેલ આ કેમ્પ નો સહયોગ શ્રી વિરલભાઈ અને શ્રીનીરવભાઈ મંગળદાસ શાહ પરિવાર સંકલિત ગ્રામ વિકાસ કેન્દ્ર નાવિસણા દ્વારા કરવામાં આવેલ. કેમ્પ નો લાભ વધુ માં વધુ લોકો સુધી પહોંચાડવા માં રમેશભાઈ અને આશિષભાઈ એ અથાગ મહેનત કરીને કેમ્પ સફળ બનાવેલ અંત મા હોસ્પિટલ ના એડમિન અક્ષયખીચી જી એ સૌ કોઈ નો આભાર વ્યકત કરેલ..... તસ્વીર અહેવાલ પ્રકાશ પુરોહિત