છોટાઉદેપુર વહીવટી તંત્ર છોટાઉદેપુર અને આરોગ્ય વિભાગ અને ગોત્રી મેડિકલ કોલેજ બ્લડ બેન્ક વડોદરા ના સંયુક્ત ઉપક્રમે હાલમાં ઊભી થયેલ યુદ્ધની પરિસ્થિતિ દરમ્યાન અનિછનિય બનાવ બને તે સજોગોમાં બ્લડ જરૂરીયાત ને પહોચી વળવા માટે જિલ્લાના બોડેલી તાલુકા આરોગ્ય કચેરી આયોજિત સામુહિક આરોગ્ય કેન્દ્ર અને રેફરલ હોસ્પિટલ ના પટાંગણમાં બ્લડ ડોનેસન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં કુલ 26 યુનિટ કલેકશન કરવામાં આવ્યુ જેમાં ગરીબ દર્દીઓ તેમજ હાલ ની પરિસ્થિતિ ને પહોંચી વળવા જરૂરિયાત મંદ દર્દીઓ ને સરળતાથી લોહી મળી રહે તેવા એક ઉમદા આશય થી રક્તદાન શિબિર કેમ્પ કરેલ જેમાં વિવિધ પ્રા.આ.કેન્દ્ર ના સ્ટાફ તથા રક્તદાતાઓ એ રક્તદાન કરેલ હતું કેમ્પ દરમ્યાન ઈ.ચા તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. ભારતી ગુપ્તા રક્તદાતાઓ વધુ રક્તદાન કરે તેના માટે જનતાને અપીલ કરી જેથી કોઈ પણ વ્યક્તિ ની લોહીના અભાવે મૃત્યુ ન થાય અને ઉપસ્થિત તમામ ને રક્તદાન કરવા માટે અપીલ કરી હતી કેમ્પ ના અંતે બોડેલીના ઈ.ચા તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. ભારતી ગુપ્તા કેમ્પમાં 26 યુનિટ રક્તદાન કરેલ તમામ રક્તદાતાઓનો આભાર માન્યો હતો