
રાજુલામાં આવતીકાલે જકાતનાકા વાળા મેલડી માતાજીનો ૧૨ કલાકનો નવરંગ માંડવો યોજાશે..
રાજુલા શહેરના ડુંગર રોડ પર જકાતનાકા વાળા મેલડી માતાજીનો દર વર્ષની જેમ
આ વર્ષે પણ ૧૨ કલાકનો નવરંગ માંડવાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમા રાવળદેવ નાગજીભાઈ (નિંગાળાવાળા) ડાક ડમરૂની રમઝટ બોલાવશે આ સમગ્ર આયોજન શિવરાજભાઇ બાબુભાઇ કોટીલા તથા મિત્ર મંડળ દ્વારા કરવામા આવ્યું છે. આ નવરંગ માંડવામા પધારવા માટે રાજુલા શહેર સહિત આસપાસના વિસ્તારના લોકોને ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે જે શિવરાજભાઇની યાદીમાં જણાવેલ છે…










