A2Z सभी खबर सभी जिले कीगुजरातसूरत

સુરતઃ લિંબાયતમાં શાળાને સીલ લાગ્યું છતાં ગેરકાયદે બાંધકામ ચાલુ

સીલ તોડી ગેરકાયદે બાંધકામ ચાલુ, કોની મહેરબાનીથી

સુરતઃ ગુજરાત સરકાર રાજ્યભરમાં બાંધકામો સામે તવાઈ ચાલી રહી છે. ખુદ મુખયમંત્રી પણ આ મુદ્દે કડક રૂખ અપનાવી રહ્યા છે, પરંતુ સુરતમાં ગેરકાયદે બાંધકામો અટકવાનું નામ લેતા નથી. સુરતના લિંબાયત ની એક સ્કૂલ સંચાલકોએ મનપાએ ફાયર સેફ્ટી મુદ્દે સીલ માર્યું હોવા છતાં ત્રીજા માળનું ગેરકાયદે બાંધકામ શરૂ કરી દીધું હોવાનું બહાર આવ્યું છે. તેમજ કોંગ્રેસના પુર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલા એ આ સ્કૂલ સંચાલકો ભાજપ નાં સમર્થક હોવાથી તેની સામે કોઈ કાર્યવાહી નહી થતી હોવાનો આક્ષેપ કર્યો છે. સાયકલવાલાએ લિંબાયત ઝોન ને કરેલી રજુઆત માં જણાવ્યા મુજબ લિંબાયત ઝોન માં છત્રપતિ નગર ખાતે ઇન્દિરા ગાંધી વિદ્યાલયમાં 1500 થી વધુ બાળકો અભ્યાસ કરે છે. મનપા દ્વારા આ સ્કૂલને ફાયર એન. ઓ. સી. અને બીયુ પરમિશન ન હોવાથી 28 મે નાં રોજ સીલ કરવામાં આવી હતી. આમ છતાં આ સ્કૂલમાં શાળા સંચાલકોએ મહાનગર પાલિકાની કોઈ પણ જાતની મંજૂરી વિના ગેરકાયદે બાંધકામ શરૂ કરી દીધું છે. કહેવાય છે કે આ બાંધકામ કોની રહેમ નજર હેઠળ થય રહ્યું છે તે પણ એક સવાલ ઊભો થઇ રહ્યો છે.

Back to top button
error: Content is protected !!