“સ્વચ્છતા હી સેવા-૨૦૨૫” પખવાડિયા અંતર્ગત સ્વચ્છતા અંગે જનજાગૃતિ હેતુથી એસ એફ હાઇસ્કુલ છોટાઉદેપુર ખાતે સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓએ સ્વચ્છતા અંગેના સૂત્રો અને સાઇનબોર્ડના માધ્યમથી સ્વચ્છતાનું મહત્વ દર્શાવતો સંદેશ આપ્યો હતો. આ રેલીમાં જિલ્લા શિક્ષણાધિકારી અધિકારી આનંદકુમાર પરમાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જે કે પરમાર, શાળાના આચાર્ય, શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા.