A2Z सभी खबर सभी जिले कीअन्य खबरेगुजरातताज़ा खबरसूरत

વઘઇનાં સ૨વ૨ગ્રુપ ગ્રામ પંચાયત વિસ્તારમાં મોબાઇલ ટાવ૨ની રેન્જવધાવિ આપવાની માંગ

વઘઇનાં સ૨વ૨ગ્રુપ ગ્રામ પંચાયત વિસ્તારમાં મોબાઇલ ટાવ૨ની રેન્જવધાવિ આપવાની માંગ

 

ડાંગ

જિલ્લાનાં વઘઈ તાલુકાનાં સરવર ગ્રુપ ગ્રામ પંચાયત
વિસ્તારમાં આવેલા ગામડા તેમજ આજુબાજુના ગામડામાં આહવા બી.એસ.એન.એલ ટેલીફોન ઈન્ટરનેટ સેવા દ્વારા કલમખેત ગામ ખાતે ટાવર મુકવામાં આવેલ છે.પરંતુ તે ટાવર મોબાઈલ ફોનની રેન્જમાં આવતા ન હોવાથી લોકોએ હાલાકી ભોગવવી પડી રહી છે. જેથી ટાવરની રેન્જ વધારવા માંગ ઉઠવા પામી છે. ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના સરવર
ગ્રુપ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવતા ગામડા તથા આસપાસના ગામડા માટે આહવા બી.એસ.એન.એલ. ટેલીફોન ઈન્ટરનેટ ઓફિસનાં અધિકારીઓ દ્વારા કલમખેત ગામે ટાવર મુકવામાં આવેલ છે. જે ટાવરની રેન્જ ખૂબ જ ઓછી હોવાના કારણે લોકોએ હાલાકી ભોગવવી પડી રહી
છે. અને મોબાઈલ ફોનમાં ટાવર ન પકડાતો હોવાથી લોકોને ઘણી વખત ઇમરજન્સી સેવા પણ સમયસર મળી રહેતી નથી. જેથી ટેલીફોન ઓફિસર દ્વારા કલમખેત ગામે આવેલ ટાવરની રેન્જ વધારી દેવામાં આવે અથવા સરવર ગામે ઊભો કરવામાં આવેલ ટાવર વ્હેલી તકે ચાલુ કરવામાં આવે તેવી માંગ સાથે સરવર ગ્રુપ ગ્રામ પંચાયતનાં સરપંચે લેખિતમાં રજૂઆત કરી હતી. ત્યારે આ સમસ્યા બાબતે આહવાનાં
બીએસએનએલ અધિકારીઓ પગલાં ભરશે ખરા તે સમય જ બતાવશે.

Check Also
Close
Back to top button
error: Content is protected !!