છોટાઉદેપુર જિલ્લામાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) અંતર્ગત નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી યુ.એસ. શુક્લના અધ્યક્ષસ્થાને મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) અંતર્ગત કલેકટર કચેરીના વીસી હોલ ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR)ના પ્રારંભની વિગતવાર માહિતી આપતા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી યુ.એસ.શુક્લએ જણાવ્યું કે, મતદાર યાદી ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) તા.૦૪ નવે.થી ૦૪ ડિસે. દરમિયાન બૂથ લેવલ ઓફિસર્સ (BLO) ઘરે ઘરે ફરીને એન્યુમરેશન ફોર્મ (Efs-ગણતરી ફોર્મ) ભરાવશે અને ભરેલ ફોર્મ પરત મેળવશે. ત્યારબાદ ૯ ડિસેમ્બર-૨૦૨૫ ના રોજ ડ્રાફ્ટ મતદાર યાદીનું પ્રકાશન કરાશે. તા.૯ ડીસેમ્બરથી ૮ જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન મતદારો સુધારા માટેનો દાવો, વાંધા અરજી કરી શકશે. તા. ૯ ડિસેમ્બર-૨૦૨૫ થી ૩૧ જાન્યુઆરી-૨૦૨૬ દરમ્યાન એન્યુમરેશન ફોર્મની ચકાસણી AEROઅને ERO દ્વારા કરવામાં આવશે. પાત્રતા ચકાસવા અને તેમના સમાવિષ્ટ કરવા કે બાકાત રાખવા અંગેનો નિર્ણય કરશે. આ સમગ્ર પ્રક્રિયાના અંતે અંતર્ગત તા.૦૭/૦૨/૨૦૨૬ના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું કે, છેલ્લી SIR પ્રક્રિયા ૨૧ વર્ષ પહેલા વર્ષ ૨૦૦૨માં કરવામાં આવી હતી. તે મુજબ જે મતદારોના નામ ૨૦૦૨ની મતદારયાદીમાં હતા તેવા મતદારોને કોઈ ડોક્યુમેન્ટ આપવાની જરૂર નથી. ૨૦૦૨ની યાદીમાં જેમના માતા-પિતા કે દાદા દાદી અથવા વારસદાર તરીકે મેપિંગ થયેલ છે. તેવા મતદારોએ પણ પુરાવા આપવાની જરૂર નથી. આ પ્રક્રિયામાં છોટાઉદેપુર જિલ્લામાં ૧૨૦૦થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR)માં જોડાઈને કામગીરી કરશે. આ પ્રેસ કોન્ફરન્સમાં સહાયક માહિતી નિયામક સુશ્રી માર્ગી રાજપુત, જિલ્લા ચૂંટણી શાખાના કર્મચારીઓ સહિત પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.