જુનાગઢના માંગરોળ તાલુકાના શીલ ગામે મેળાના ગ્રાઉન્ડની સફાઈના નામે મોટાપાયે દરિયાઈ રેતીચોરી થઈ હોવાના આક્ષેપો સાથે ચર્ચા
શીલ ગામે દર વર્ષે ભાદરવી અમાસનો મેળો દરિયા કિનારે યોજાય છે. ત્યારે મેળાનું ગ્રાઉન્ડ સાફ કરવાના નામે મોટી માત્રામાં દરિયાઈ રેતી કાઢવામાં આવી હોવાની આશંકા સાથે સ્થાનિકોમાં આક્ષેપો સાથે ચર્ચા શરૂ થઈ છે.
મેળાના ગ્રાઉન્ડ પરથી રેતી કાઢવાની કામગીરી કયા હેતુસર અને કોની મંજૂરીથી કરવામાં આવી તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. આ બાબતે વન વિભાગને જાણ કરવામાં આવી હતી પરંતુ તેમણે રેવન્યુ વિભાગમાં હોવાની ખો આપી હતી
સમગ્ર મામલે ઉચ્ચ કક્ષાએથી તાત્કાલિક તપાસ હાથ ધરી હકીકત બહાર લાવવાની લોકમાંગ ઉઠી છે.