
કડોદરાથી સુરત સુધીના હાઇવે પરની તમામ રોડ લાઈટો ઘણા સમયથી બંધ છે. તેના કારણે રાત્રીના સમયે અનેક વાહન ચાલકોને લાઈટ હોવા છતાં નહી ચાલતા આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા કડોદરા માં વિવિધ સ્થળોએ બંધ લાઈટના થાંભલાઓ પર ભ્રષ્ટાચારના પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા અને પોસ્ટર લગાવીને લોકોન ભ્રષ્ટાચાર સામે જાગૃત કરતા જોવા મળ્યા હતા. આમ આદમી પાર્ટીના કાર્યકરો કહે છે. આ નેશનલ હાઈવે પર લાઇટો ચાલુ ન હોવા અંગે સુડાને કેટલી વખત ફરિયાદ કરવામાં આવી હતી. પરંતુ સુડાના અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી જેના કારણે આજે કડોદરામાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.