છોટાઉદેપુર ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના અંત્યોદયથી સર્વોદયના સંકલ્પ સાથે આદિવાસી સમાજના કલ્યાણ માટે રાજય સરકાર સંકલ્પબદ્ધ છે. સંયુકત રાષ્ટ્ર સંઘની મહાસભાએ વર્ષ ૧૯૯૪થી પ્રતિ વર્ષ ૯ ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસ મનાવવાનો નિર્ણય લીધો હતો, ત્યારથી સમગ્ર વિશ્વમાં ૯ ઓગષ્ટના દિવસને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જે અંતર્ગત ૧૩૭-છોટાઉદેપુર વિધાનસભા મતવિસ્તારમાં છોટાઉદેપુર ખાતે અન્ન અને નાગરિક પુરવઠા રાજય મંત્રી શ્રી ભીખુસિંહજી પરમારના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. મંત્રીશ્રીએ શ્રી બિરસામુંડા અને આદિવાસી દેવ-દેવતાઓનું પુજન કરી કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની અને જન નાયક બિરસમુંડાએ બિહાર અને ઝારખંડમાં અંગ્રેજો સામે લાંબો સંઘર્ષ કરી આદિવાસી પ્રજાને ન્યાય અપાવ્યો હતો તે જણાવી રાજય મંત્રીશ્રી ભખુસિહંજીએ કહ્યું હતું કે, રાજયભરના ૧૪ આદિવાસી બહુલ જિલ્લાઓમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આદિવાસી સમાજે હંમેશા પ્રકૃતિ અને સંસ્કૃતિનું જતન કર્યું છે. મંત્રીશ્રીએ સરકાર આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત છે તેમ જણાવી સૌ વનબંધુઓને વિશ્વ આદિવાસી દિવસની શુભકામનાઓ પાઠવી હતી. છોટાઉદેપુર જિલ્લાના રૂ.૧,૩૦૮ લાખના ૨૯૭ વિકાસપ્રકલ્પોનું લોકાર્પણ –ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં રૂ.૨૬૮ લાખના ખર્ચે તૈયાર થયેલા ૯૨ કામોનું લોકાર્પણ અને રૂ.૧,૦૪૦ લાખના ખર્ચે થનાર ૨૦૫ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ખેડબ્રહ્મા ખાતેથી યોજાયેલ “વિશ્વ આદિવાસી દિવસ”ના કાર્યક્રમનું ઉપસ્થિત સૌએ જીવંત પ્રસારણ નીહાળ્યુ હતું. આ પ્રસંગે આદિવાસી વિકાસની યોજના અંગેની દસ્તાવેજી ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું. વનબંધુ સમાજના વિશિષ્ઠ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થી, કલાકારો તથા રમતવીરોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પરંપરાગત આદિવાસી નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી સચિનકુમાર દ્વારા સ્વાગત પ્રવચન કર્યું હતું. સાંસદશ્રી જશુભાઈ રાઠવાએ સંસદસત્ર શરૂ હોવાથી વનબંધુઓ માટે ખાસ સંદેશ મોકલ્યો હતો જેનું આ તકે વાંચન કરવામાં આવ્યું હતું.૧૩૭ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ રાઠવા દ્વારા પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યું હતું. છોટાઉદેપુર પ્રાંતઅધિકારીશ્રી વિમલ બારોટ દ્વારા સમાપન વિધિ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર શ્રી અનિલ ધામેલીયા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ઇમ્તિયાઝ શેખ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી ભગત, નાયબ કલેકટર શ્રી ગામીત, જિલ્લાના પદાધિકારીઓ તથા અધિકારી-કર્મચારીઓ, લાભાર્થીઓ અને મોટી સંખ્યામાં વનબંધુઓ ઉપસ્થિત રહ્યા હતા.
आर्थिक अपराध शाखा (EOW) वाराणसी की टीम को एक बड़ी सफलता हाथ लगी है। ठगी और जालसाजी के मामले में पिछले काफी समय से फरार चल रहे 25 हजार रुपये के इनामी अभियुक्त और कंपनी निदेशक आकाश कुमार को पुलिस टीम ने नई दिल्ली से गिरफ्तार कर लिया है। आरोपी के खिलाफ चंदौली की मुख्य न्यायिक मजिस्ट्रेट (CJM) कोर्ट से गिरफ्तारी वारंट जारी था और चंदौली पुलिस अधीक्षक द्वारा उस पर इनाम घोषित किया गया था। पार्टनर और शेयरहोल्डर बनाने के नाम पर 44 लाख की चपत
08/07/2026
पत्रकार सुरक्षा हमारी मांग: फर्जी मुकदमों पर रोक और स्वास्थ्य बीमा की मांग को लेकर नेशनल मीडिया प्रेस क्लब का राष्ट्रव्यापी आंदोलन
08/07/2026
विधायक निधि से बनी सड़क में मिली भारी गड़बड़ी;सीडीओ ने अधिकारियों को थमाया नोटिस
08/07/2026
बस्ती जिले मे खनन माफियाओ पर लगाम नहीं लगा पा रहे खनन अधिकारी प्रशांत यादव।
08/07/2026
फुलझर राज की माटी के लाल श्री राजेन्द्र नायक बने छत्तीसगढ़ राज्य शाकंभरी बोर्ड के अध्यक्षमरार पटेल समाज में हर्ष की लहर, समाज ने दी हार्दिक बधाई एवं शुभकामनाएँ
08/07/2026
महापौर जनसुनवाई में नागरिकों ने रखी समस्याये,,
08/07/2026
नवनिर्मित बोट कल्ब का लोकार्पण, पर्यटन मंत्री धर्मेंद्र सिंह लोधी ने नहर विकास के लिए 5 करोड़ व आधुनिक जिम हेतु 50 लाख रु.देने की घोषणा
08/07/2026
रानी दुर्गावती टाइगर रिजर्व में दो बाघ सक्रिय, घटनाओं में अलग-अलग बाघ शामिल अलग
08/07/2026
एक से अधिक ऑनलाइन चालान वाले वाहनों के रजिस्ट्रेशन व चालक लाइसेंस निरस्त कराये – कलेक्टर
08/07/2026
दिग्विजय सिंह न राजनीति से सन्यास लेने का किया ऐलान
With Product You Purchase
Subscribe to our mailing list to get the new updates!