
ડાંગના આહવા પોલીસ સ્ટેશનની હદ મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલી છે.આહવા પોલીસ સ્ટેશનના ચિંચલી આઉટપોસ્ટના એએસઆઈ શાંતિલાલભાઈ મનસુભાઈ સ્ટાફ સાથે પેટ્રોલીંગમા હતા, તે દરમિયાન ગારખડીત્રણ રસ્તા પાસે એક સ્પ્લેન્ડર બાઈક(નં.એમએચ-૪૧-એવી-૫૩૪૬) સાથે શિવા છોટુભાઇ પવાર (ઉ.વ.૨૬, બાદલ ભાઉદાસભાઈ પવાર (ઉ.વ.૧૯) (બંનેરહે. મુલ્હેર-ચીંચબંધ, તા.સટાણા જિ.નાસિક, મહારાષ્ટ્ર) અને જયેશ બાળિયાભાઈ માળવીશ (ઉ.વ.૨૪,રહે.ઝરી ગામ, તા.સુબીર જિ.ડાંગ) ઉભા હતા. જેના ઉપર શંકા-વહેમ જતા પુછપરછ કરતા તેમની પાસેની બાઈક મહારાષ્ટ્રના જાયખેડા પોલીસ સ્ટેશનની હદમાંથી ચોરી થયેલી હોવાનું બહાર આવ્યું હતુ. આ ઉપરાંત બે નંબર પ્લેટ વગરની સાઈન બાઈક પણ મળી આવી હતી.જેથી પોલીસે ત્રણેય આરોપીઓની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.