गुजरातदाहोद

મોટા ખર્ચા બાબતે ચર્ચા કરી નવા નિયમો લાગુ કરવામાં આવ્યા.

 

બ્રેકિંગ ન્યુઝ:-/બટાકવાડા

આજરોજ સંતરામપુર તાલુકાના બટકવાડા ગામે સમાજ સુધારણા માટે 01 ફેબ્રુઆરી 2024 ના રોજ બટકાવાડા ગામના એક મંદિર ખાતે મીટીંગ મળી હતી. જેમાં ગામના સરપંચ શ્રી,આગેવાનો,વડીલો,યુવાનો તથા પોલીસ પટેલ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. અને સમાજ માં ચાલતા ખોટા – મોટા ખર્ચા બાબતે ચર્ચા કરી નવા નિયમો લાગુ કરવામાં આવ્યા.

ખર્ચ પેટે – ૧,૨૫,૫૫૧ ( એક લાખ પચીસ હજાર પાંચ સો એકાવન)
ચાંદી – ૫૦૦ ગ્રામ
સોનું – ૩ તોલા
ગામ ની બેઠક – એક પણ રૂપિયો આપવો કે લેવો નહિ.
ભાંજગડીયા – વર પક્ષ ના ૩૦૦૦ હજાર/ કન્યા પક્ષ તરફ થી ૨૦૦૦( બે હજાર) એમ કુલ ૫૦૦૦ આપવા
ચાંદલો – જૂની લેવડ દેવડ પૂરી કરી નવા નિયમો મુજબ ૫૦૦ થી ૧૦૦૦ સુધી મૂકવો.
ડી.જે. સદંતર બંધ રહેશે.
જમવામાં – દાળ,ભાત કંસાર
દારૂ લાવવો કે પીવડાવો નહિ.
બંગડીના૧૧૦૦ રૂપિયા જ આપવા .
મામેરૂં ફક્ત મામા તરફ થી સૌ ભેગા મળીને એક જોડી લાવવી.

અને વધુમા જણાવ્યુ હતું કે જો આપરા ગામમાં આદિવાસી સમાજ માં આવતી દિકરીઓ પોતાના આદિવાસી સમાજને છોડી લગ્ન બીજા કોઈપણ સમાજ માં ભાગીને કે ખુશીથી કરશે તો તેવી દીકરીઓને સમાજ માં કે પોતાનાં ઘરે કોઈ અધિકાર મળવા માટે પાત્ર રહેશે નહીંઅને તેને બાકાત કરવામાં આવશે તેની ખાસ નોંધ લેવા વિનંતી છે. તેમ જણાવ્યુ હતુ.અને ઉપરાંત ગામ ની બેઠક પ્રમાણે સમિતિ નક્કી કરવામાં આવી હતી.અને આ નિયમો સૌ નું પાલન કરે એવી સ્પષ્ટતા કરવામાં આવી હતી.

રિપોર્ટર:-/વિપુલ પ્રજાપતિ ફતેપુરા દાહોદ..

FacebookMastodonEmailWhatsAppLinkedInTwitterXTelegram
Back to top button
error: Content is protected !!