બ્રેકિંગ ન્યુઝ:-/સંતરામપુર
સંતરામપુર નગર પાલિકા વિસ્તાર માં આવેલ પોલીસ સ્ટેશન પાછળ હરિજન વાસમાં ગટરની સાપ સફાઈ કરવામાં ન આવતા સ્થાનિક રહીશો દ્વારા નગર પાલિકા પ્રત્યે ભારે રોષ
સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ સંતરામપુર નગર પાલિકા વિસ્તાર માં આવેલ સંતરામપુર પોલીસ સ્ટેશન પાછળ હરિજન વાસમાં ગટરની સાપ સફાઈ સંતરામપુર નગર પાલિકા દ્વારા કરવામાં આવતી નથી. જેમાં તેના કારણે સંતરામપુર નગરમાં આવેલ હરિજન વાસમાં અવર જવર માં ભારે મુશ્કેલી પડે છે. અને આ વિસ્તારના ગટર ની સાપ સફાઈ અભાવ ના કારણે મંછર જંતુઑ નો ત્રાસ વધી ગયેલ છે.
અને આખા વિસ્તાર માં ગંદકી ફેલાઈ રહેલ છે. અને રોગચાળો ફાટી નીકળે તેવી સ્થિતી સર્જાયેલ છે.જેના કરણે આ વિસ્તારના રહીશોને મેલેરિયા જેવી અન્ય રોગો પેદા થાય તેમ છે.તેની જવાબદારી કોની જે અંગે આ વિસ્તાર ના રહીશોનો કોઈ પણ જાતના રોગોના શિકાર થાય કે કોઈ પણ ક્રુત્ય બનશે તેની શગળી જવાબદારી સંતરામપુર નગર પાલિકાની રહેશે કે નહીં અને વ્હેલી તકે સાફ સફાઇ કરવામાં આવે તેવા અનેક સવાલો નગરમાં અનેક ચર્ચાનો વિષય લોક પંથકમાં બનવા પામેલ છે.
રિપોર્ટર વિપુલ પ્રજાપતિ ફતેપુરા દાહોદ..