अन्य खबरेगुजरात

આણંદ જિલ્લા પ્રશાસન દ્વારા અર્બન હેલ્થ સેન્ટર ના મેડીકલ ઓફીસર ડૉ. જુબેર ઠાકોરને પ્રશસ્તી પત્ર

જિલ્લાની શ્રેષ્ઠ કામગીરી બદલ પ્રશસ્તી પત્ર

ભારત સરકાર ના “એનીમીયા મુક્ત” પ્રોગ્રામ અંતર્ગત આણંદ અર્બન હેલ્થ સેન્ટર દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી બદલ આણંદ જિલ્લા પ્રશાસન દ્વારા અર્બન હેલ્થ સેન્ટર ના મેડીકલ ઓફીસર ડૉ. જુબેર ઠાકોરને પ્રશસ્તી પત્ર આપી સન્માન કરવામાં આવ્યું અને ઉલ્લેખનિય છે કે ગર્ભવતી માતાઓમાં મરણ પ્રમાણ ઘટાડવા માટે કેંદ્ર સરકાર દ્વારા “અનેમિયા મુક્ત ભારત” ના નામે જુંબેશ દ્વારા આણંદના સ્લમ વિસ્તારમાં સગર્ભા માતાઓની સર્વે કરી ઓછા હીમોગ્લોબીન ધરાવતી માતાઓને લિસ્ટેડ કરી તેમની પ્રત્યે ખાસ સારવારનું આયોજન કરી અનેંમિયા મુક્ત કરેલ જે કામગીરીને જીલ્લા પ્રશાસન દ્વારા નોંધ લઈ ગણતંત્ર દિવસે સન્માન કરવામા આવ્યું.
ડૉ. જુબેર ઠાકોરની પ્રજાભિમુખ કામગીરી ધ્યાને લઇ આગાઉના વર્ષોમાં પણ જિલ્લાની શ્રેષ્ઠ કામગીરી બદલ પ્રશસ્તી પત્રો આપવામાં આવેલ છે.

મકસુદ કારીગર,કઠલાલ

Vande Bharat Live Tv News
Back to top button
error: Content is protected !!