
સંજેલી તાલુકાના કોટા, ગોવિંદાતળાઈ અને અણીકા માં આદીવાસી સમાજના કુરિવાજો ને સુધારણા માટે બેઠક યોજાય હતી
દારૂ, ડીજે, જાન, પાઘડી, ચાંદલો, કાપડું, જેવા ખોટા ખર્ચા બંધ કરવા 3 ગામોમાં બેઠક યોજાય હતી
આદીવાસી સમાજના લગ્નોમાં ડીજે વગાડનારને 51 હજાર નો દંડ ફટકારવાનો ઠરાવ કરાયો.
સંજેલી તારીખ,04/02/2024
સંજેલી તાલુકાના કોટા ગોવિંદાતળાઈ અને અણીકા માં સમાજ સુધારાને લઈને સરપંચ અને સભ્યોની તેમજ તાલુકો પંચાયતના સભ્ય અઘ્યક્ષ સ્થાને મીટીંગ યોજાય હતી, જેમાં ડીજે પ્રથા બંધ દહેજ મા ધટાડો અને ભોજન સાદુ ડીજે વગાડનારને દંડ કપડા વાસણો બંધ રોકડ રૂપિયા કરવા, ફટાકડા ફોડવા ના બંધ, તેમજ દારુ બંધ સહિતના વિવિઘ ગ્રામજનોની હાજરીમાં નિર્ણય લેવામાં આવિયો, દાહોદ જિલ્લો આદીવાસી વિસ્તાર ધરાવતો જિલ્લો છે, સંજેલી તાલુકાના વિસ્તારમા કુરિવાજોને કારણે લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો અને દેખા દેખીમાં મોજ શોખ કરવાથી દેવુ વધી રહિયું છે એટલે આ કુરિવાજોને અંકુશમાં લાવવા માટે ગામે ગામ સમાજ સુધારા માટે રથ ફેરવવામાં આવી રહ્યો છે જેને લઇને સમાજ સુધારા માટે, કોટા ગોવિંદાતળાઈ, અણીકા મા આજરોજ આદીવાસી સમાજના કુરિવાજોના ડામવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનો, સરપંચો, સભય આગેવાનો તેમજ વડીલોની હાજરીમાં ઠરાવો કરવામા આવ્યાં, દહેજ મા રકમ 500 ગ્રામ ચાંદી, ત્રણ તોલા સોનું 151000 રકમ લેવડ દેવડ નક્કી કરવામાં આવી અને ડીજે સદંતર બંધ રાખવા તેમજ અણીકા ગામમા ડીજે ભરાવા ના દેવુ સહિતના નિર્ણયો લેવાયા જો ડીજે વગાડવામાં આવેતો ડીજે વગાડનારને 51,000 નો દંડ કરવામાં આવશે અને દરેક પરીવાર માથી કમિટી પણ બનાવવા મા આવી જેવા 6 જેટલા ઠરાવો કરવામા આવિયા અને પોકાર પાડીને સમજાવીને ગ્રામજનોની મોટી સંખ્યાની ઉપસ્થિતિમાં બધાની વચ્ચે ઠરાવો કરવામા આવ્યાં હતાં
રિપોર્ટર વિજય ચરપોટ સંજેલી
વંદે ભારત લાઇવ ટીવી ડિજિટલ મીડિયા..