गुजरातताज़ा खबर

મોહંમદી સોસાયટીમાં આવેલ અને સંત વિસ્તાર માં આવેલ બે ધાર્મિક સ્થળો માં ચોરો દાનપેટી લુંટી થયા ફરાર

બ્રેકિંગ ન્યુઝ:-/સંતરામપુર

સંતરામપુર નગરના મોહંમદી સોસાયટીમાં આવેલ અને સંત વિસ્તાર માં આવેલ બે ધાર્મિક સ્થળો માં ચોરો દાનપેટી લુંટી થયા ફરાર

સુત્રો દ્વારા સંતરામપુર નગરના મોહંમદી સોસાયટીમાં આવેલ એક ધાર્મિક સ્થળ માં ચોરો દાનપેટી લુંટી થયા ફરાર થયા છે તેની ઘટના આવી છે સામી જેમાં સુત્રો દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર માહિતી મળતી મુજબ સંતરામપુર નગરમાં આવેલ કૉલેજ રોડ વિસ્તાર મોહંમદી સોસાયટી માં આવેલ એક ધાર્મિક સ્થળ મસ્જિદમાં મુકેલ દાન પેટી 06 ફેબ્રુઆરી 2024 ના રોજ સવારના 10 થી 12 ના ગાળા સમયે કોઇ અસામાજિક તત્ત્વો આ મસ્જિદ માં ઘુસી દાન પેટીમાં પડેલ પૈસાઓ ઉઠાવી પરચુરણ મૂકી ફરાર થય ગયેલ છે.
તેમજ સંતરામપુર નગરમાં આવેલ સંત વિસ્તાર માં પણ એક મસ્જિદ માં મુકેલ દાન પેટીમાં મુકેલ પૈસા ની ચોરો ચોરી કરી ફરાર થઈ ગયેલ છે અને આ બનાવ બનતા સ્થાનિક લોકો ને જાણ થતાં ચોરોથી ભય ફેલાય રહેલ છે. અને વધુમાં પણ સુત્રોથી જાણવા મળેલ છે કે આ મોહંમદી સોસાયટીમાં આવેલ આ મસ્જિદ માં અગાઉ આજથી 3 મહિના પહેલા પણ ટાર્ગેટ કરી ચોરો એ અંજામ આપી ફરાર થઇ ગયેલ હતા.પરંતુ જે હજુ સુધી સંતરામપુર પોલીસ ના હાથમાં ચોરો પકડમાં આવેલ નથી.
જેમાં દિન પ્રતિદિન ચોરો ગભરાયા વગર સંતરામપુર નગરના ધાર્મિક સ્થળો ને ટાર્ગેટ કરી રહેલ છે તો સંતરામપુર પોલીસ દ્વારા કડક દિવસ રાત નગરના ચારેક ખૂણામાં પેટ્રોલીંગ હાથ ધરાય અને આ ચોરી કરનાર ઇસમોને ઝડપી તપાસ હાથ ઘરી વહેલી તકે પકડી પાડે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
તેમજ આ બનાવ બનતા મસ્જિદ ના કમિટી મેમ્બરો દ્વારા સંતરામપુર પોલીસ સ્ટેશન માં આ ચોરીના બનાવ વિશે લેખિત ફરીયાદ પણ આપવામાં આવી છે. જેથી અવે સંતરામપુર પોલિસ તપાસ હાથ ઘરી ચોરોને ઝડપી પાડશે કે નહીં તે જોવાનું રહ્યું.
જુવો આગલા

રિપોર્ટર:-/વિપુલ પ્રજાપતિ ફતેપુરા દાહોદ ગુજરાત

FacebookMastodonEmailWhatsAppLinkedInTwitterXTelegram
Back to top button
error: Content is protected !!