
પાટણ – બનાસકાંઠાની સરહદ પર બનાસ નદીમાં બેરોકટોક રેતી ચોરી થતી હોવાની બુમ ઉઠી
પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમય થી રેતી તસ્કરીનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે.જેની સામે કડક કાર્યવાહી કરવા ભૂસ્તરવિભાગ પણ દિવસ રાત વોચ રાખી ભૂમાફિયાઓ પર લગામ કસી રહી છે.છતાં પણ આવા ભૂમાફિયાઓ દ્રારા તંત્ર ના કેટલાક અધિકારીઓ અને કમૅચારીઓ સહિત પોલીસ તંત્ર ની મીઠી નજર તળે મોટી માત્રામાં ખનન ચોરી ની ગેરકાયદેસર પ્રવૃતિઓ વહેલી સવારે અને મોડી રાત ના સમયે કરી હજારો ટન રેતીનું ખનન કરતાં હોવાની બૂમ ઉઠી છે. ત્યારે ખાણખનીજ વિભાગ દ્વારા આ વિસ્તારમાં તપાસ માટે ટીમ મોકલવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે