A2Z सभी खबर सभी जिले की
Trending

બોડેલી તાલુકાના ઉચા કલમ નર્મદા વસાહત માં વસતા લોકોને પીવાના પાણીની સમસ્યા

આઝાદીના 75 75 વર્ષ થયા બાદ પણ વિકાસથી વંચિત એવું બોડેલી તાલુકાના ઉંચા કલમ ગુજરાત નર્મદા વસાહત જ્યાં છેલ્લા લગભગ 30 થી 32 વર્ષથી રહેતા એવા ગામજનો ગુજરાત રાજ્યના વિકાસ માટે પોતાનું ગ્રામ વતન ખેતીવાડી છોડી આવ્યા પણ પોતે જ વિકાસથી દૂર થઈ ગયા. સરકાર સૌનો સાથ સૌનો વિકાસ નામની માળા જપતી રહી છે ત્યારે વસાહતમા વસવાટ 30 વરસ બાદ સરકાર તરફથી પીવાના પાણીની સગવડ પણ કમ નસીબિએ આ ગામનો સાથ ન છોડ્યો અને એ સુવિધા પણ લાઈટ બિલ ન ભરવાના કારણે છીનવાઈ ગઈ દસ દિવસ અગાઉ જીઈબીએ લાઈટ કનેક્શન ના વાયરો લાઈટ બિલ ન ભરવાને કારણે કાપી નાખ્યા તે સમયે ત્યાંના સ્થાનિક નાગરિકોએ નિગમના સાહેબ નો સંપર્ક કરતા તેઓએ બે દિવસમાં લાઈટ બિલ ભરી દેવામાં આવશે તેવી ટેલીફોનિક બાહેધરી આપવામાં આવી હતી પણ તેમ છતાં લાઈટ બિલના નાણાં ના ભરાતા છેલ્લા પાંચ સાત દિવસથી લાઈટનું મીટર પણ છોડીને લઈ ગયા જેને લઇને ગ્રામજનોનો પીવાના પાણી સહિત મૂંગા પશુ અને ઘર માટે પણ પાણી ક્યાંથી લાવું એ એક પ્રશ્ન ઉભો થયો ત્યારે વિકાસની વાતો કરનાર આ સરકારને આદિવાસીઓની વ્યથા સંભળાશે ખરી, શું આ વસાહતના વાસીઓની પાણીની સમસ્યાનો સમાધાન થશે ખરો, આ પ્રશ્નો ખૂબ જ સવેદનશીલ છે, ગ્રામજનોનું જણાવે છે કે આગામી બે ત્રણ દિવસમાં આ સમસ્યાનો ઉકેલ ન લાવવામાં આવે તો અમે સૌ અમારા છોકરાઓ અને પશુઓ સાથે જે તે અધિકારીની ઓફિસ ઓફિસની બહાર આ સમસ્યાનો નિરાકરણ ન કરવામાં આવે ત્યાં સુધી ત્યાં સુધી ગાંધીચિધ્યા માર્ગે આંદોલન કરીશું એવું ગ્રામજનો જણાવી રહ્યા છે

રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી છોટાઉદેપુર.

Back to top button
error: Content is protected !!