૨૪ માર્ચ ‘વિશ્વ ક્ષય દિવસ’ની ઉજવણીના ભાગરૂપે જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા દરબાર હોલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મલકાબેન પટેલની અધ્યક્ષતામાં કરવામાં ઉજવણી આવી હતી. આ કાર્યક્રમમાં ટીબી મુક્ત ૮૯ ગ્રામ પંચાયતોનું સન્માન કરવામાં આવ્યુ હતું. છોટાઉદેપુર જિલ્લાની ૩૫૯ ગ્રામ પંચાયત માંથી ૮૯ પંચાયત ટી.બી. ફ્રી પંચાયત જાહેર કરવામાં આવી હતી. ૮૯ ગ્રામ પંચાયતના સરપંચશ્રી, તલાટીશ્રીઓને ગાંધીજીની પ્રતિમા તથા સન્માનપત્ર આપી મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ ટીબી મુક્ત ભારતની પ્રતિજ્ઞા લીધી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, જિલ્લા કારોબારી સમિતિ ચેરમેનશ્રી શર્મિલા બહેન રાઠવા,જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.ભરતસિંહ ચોહાણ, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડો.મનહર રાઠવા, ડો.વિકાશ રંજન, ડો.ભારતી ગુપ્તા, જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુરના મેડિકલ ઓફિસર ડો.કુલદીપ શર્મા, વાલસિંગભાઈ રાઠવા સહિત મોટી સંખ્યામાં સરપંચશ્રીઓ, તલાટીશ્રીઓ સાથે આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી છોટાઉદેપુર.
Like this:
Like Loading...
Related
Discover more from Vande Bharat Live Tv News
Subscribe to get the latest posts sent to your email.
URL Copied