गुजरात
Trending

રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળ બોડેલી દ્વારા પ્રાંત અધિકારીશ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું

રાજપુત સમાજ તથા હિન્દુ ધર્મના રક્ષક શ્રી રાણા સાંગા પ્રત્યે અભદ્ર ટિપ્પણી કરનાર સમાજવાદી પાર્ટીના નેતા સાંસદ રામજીલાલ સુમન ને તત્કાલ ધોરણથી રદ કરવા બોડેલી ખાતે પ્રાંત અધિકારીને આવેદન આપવામાં આવ્યું……છોટાઉદેપુર જિલ્લાના બોડેલી રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળ ની આગેવાની હેઠળ છોટાઉદેપુર જિલ્લાના રાજપૂત સમાજનાં વિવિધ સંગઠનો સાથે રહી અમો જણાવીએ છીએ કે તારીખ 21-3-2025 ના રોજ ભારતની રાજ્યસભામાં સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય સચિવ તથા રાજ્ય સભાના સાંસદ રામજીલાલ સુમન દ્વારા વીર શિરોમણી રાણાસાંગા (સંગ્રામસિંહ ) ના સંદર્ભે અભદ્ર ટિપ્પણી કરી ગદ્ધાર જેવા શબ્દોનો ઉપયોગ કરેલ તે સત્ય થી સદંતર વેગળી અને પાયા વિહોની છે. ત્યારે આ રાજ્ય સભાના સાંસદ દ્વારા રાજ્યસભાની ગરિમાને લાંછન લગાડેલ છે. આ કારણે સમગ્ર હિન્દુ સમાજ તેમજ રાજપૂત સમાજનું અપમાન કરેલ છે. જે અત્યંત દુઃખદાયક છે આ અભદ્ર ટિપ્પણી ને કારણે સમગ્ર હિન્દુ સમાજ તેમજ રાજપુત સમાજ વખોડી કાઢે છે અને સરકારશ્રી દ્વારા સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રામજીલાલ સુમન દ્વારા કરાયેલ અભદ્ર ટીપ્પણીને ધ્યાનમાં લઈ તે બાબતે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. આવા રાજકીય નેતાઓને દેશના નાગરિકો જ્યારે ભાઈચારાથી રહેતા હોય ત્યારે આવા સત્તા ભૂખ્યા રાજકીય આગેવાનો ને સરકાર દ્વારા કાર્યવાહી કરી સસ્પેન્ડ કરવા જોઈએ. જેથી આગામી સમયમાં આવા કોઈ રાજકીય આગેવાનો કે નેતાઓ દ્વારા આવી અભદ્ર ટિપ્પણીઓ કરતા અટકાવી શકાય એવી ક્ષત્રિય કરણી સેના છોટાઉદેપુર જિલ્લો, મહાકાલ સેના, સમગ્ર હિન્દુ સંગઠનો, શ્રી રાજપૂત કરણી સેના છોટાઉદેપુર જિલ્લા, અને રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળ બોડેલી થકી આ માંગ કરીએ રાજપૂત સમાજના સર્વે હોદ્દેદારો તેમજ કાર્યકરો, મહિલાઓ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહી બોડેલી પ્રાંત અધિકારી શ્રી ને આવેદન પત્ર આપી ઉપરોક્ત બાબતમાં કડકમાં કડક પકડા લેવાય એવી માંગ કરવામાં આવી

 

 

 

Back to top button
error: Content is protected !!