
ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ ના નેજા હેઠળ પાટણ જીલ્લા કલેકટર ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવાયું છે કે ગુજરાત રાજ્ય ના એક મંત્રી વારંવાર પત્રકારો ના સાથે તોડબાજ જેવા શબ્દો નો ઉપયોગ કરી પત્રકારોની લાગણી દુભાવી રહ્યા છે એ બાબતે આવેદનપત્ર ના સ્વરૂપે મુખ્યમંત્રી ને રજુઆત કરી હતી જેમાં મોટી સંખ્યામાં પત્રકારો હાજર રહ્યા હતા .
પાટણ શહેરમાં આવેલ જીલ્લા કલેકટર કચેરી ખાતે વહેલી સવારે પાટણ જીલ્લા ના પત્રકારો હાજર રહી કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં હમણાં થોડા સમય થી ગુજરાત ના એક મંત્રી દ્વારા વારંવાર પત્રકારો ને તોડબાજ કહીં તમાંમ પત્રકારો ની લાગણી દુભાવી રહ્યા છે પત્રકાર એ કોઈ નોકરીયાત નથી જે સરકારી પગાર નથી લેતો તેમ છતાં પણ સરકાર ની વાહન તથા તેમની યોજનાઓ છેવાડાના માનવી સુધી ઝડપથી પહોંચાડે છે અને પરિવારજનોની ચિંતા કર્યા વગર રાત દિવસ દોડતો હોય છે તો તેની ચિંતા કરવાની જગ્યાએ તેના પર ન શોભે તેવા શબ્દો નો ઉપયોગ કરી તેની લાગણી તથા સ્વમાન ઘવાય તેવા ઉચ્ચારણ કરતા સમગ્ર ગુજરાતમાં પત્રકારો માં રોષ ફેલાયો છે જેથી ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ દ્વારા સમગ્ર ગુજરાતમાં એક આવેદનપત્ર આપવાનું નક્કી કરતા બુધવારે પાટણ જીલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહી ને આવેદનપત્ર આપ્યું છે.અને પત્રકારો ની લાગણી ગુજરાત ના મુખ્યમંત્રી સુધી પહોંચે અને મુખ્યમંત્રી દ્વારા તાત્કાલિક અસરથી મંત્રી ને કડક સુચના આપી પત્રકારો પર ઉચ્ચારતાં શબ્દો બંધ કરાવી પત્રકારોને માન સન્માન આપે તેવી માંગ કરી હતી.
ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ એ સમગ્ર ગુજરાતમાં ફેલાયેલું છે અને 10 હજાર જેટલા પત્રકારો નો બહોળો વર્ગ ધરાવે છે જે 33 જીલ્લા અને 252 તાલુકા માં લિગલ વિગ, મહીલા વિગ તથા 12 ઝોન ધરાવતું ગુજરાતનું એક માત્ર સંગઠન છે
આવેદનપત્ર આપતા પહેલા તમાંમ પત્રકારો દ્વારા ગત ડીસા ખાતે થયેલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો ને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.