
કલોલના ભાજપ ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે જલારામબાપા વિરુદ્ધ વિવાદાસ્પદ ટીપણીને લઇ ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.ત્યારે રાજુલામાં સમસ્ત રધુવંશી સમાજે રેલી સ્વરૂપે પ્રાંત અધિકારી સમક્ષ આવેદનપત્ર પાઠવ્યું.રાજુલામાં સમસ્ત રધુવંશી સમાજે રેલી સ્વરૂપે પ્રાંત અધિકારી કચેરી ખાતે આવેદન પત્ર પાઠવ્યું.લોહાણા સમાજ વાડી થી પ્રાંત કચેરી સુધી રધુવંશી સમાજે બાઇક રેલી યોજી. ફતેહસિંહ ચૌહાણે જીલારામબાપા વિરુદ્ધ ટીપ્પણી કરતા રાજુલા રધુવંશી સમાજમાં ભારે રોષ વ્યાપ્યો.રેલી દરમિયાન રધુવંશી એકતા જીદાબાદ, જય જલારામ સહિતના સૂત્રોચાર કરવામાં આવ્યાં.મોટી સંખ્યામા રધુવંશી સમાજના આગેવાનો-અગ્રણીઓ સહિત મોટી સંખ્યામા કાર્યકર્તાઓ એકઠા થઇ ભારે રોષ સાથે આવેદનપત્ર આપ્યુ હતું રધુવંશી સમાજ સાથે રાજુલા વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ આવેદનપત્રમાં જોડાયું.ધારાસભ્ય ફતેહસિંહ સામે કડક કાર્યવાહી કરવા માંગ કરાઇ છે..