કેન્દ્ર સરકાર દ્વારા પ્રસ્તાવિત વકફ એક્ટ 2025અને ગુજરાત સરકાર દ્વારા લાગુ કરવામાં આવનાર યુનિફોર્મ કોર્ડ સિવિલ કોર્ડ (UCC) નો મુસ્લિમ સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ કાયદા ઓની વિરુદ્ધ માં મુસ્લિમ સમાજે શાંતિ પૂર્ણ રીતે અવાજ ઉઠાવ્યો હતો છોટાઉદેપુર જિલ્લા મુસ્લિમ સમાજ સંગઠન દ્વારા બોડેલી શહેર તેમજ બોડેલી તાલુકાના ઊંચાપાન,જબુગામ, માકણી, મોટાકાંટવા, સહિત ના આજુબાજુના વિસ્તારમાં વસવાટ કરતા મુસ્લિમ સમાજના બિરાદરો એ શાંતિ મય વાતાવરણ માં મૌન રેલી યોજી મુસ્લિમ બિરાદરો તેમજ મહિલા આગેવાનો હજારોની સંખ્યામાં અલીપુરા સર્કલ પર થી મુસ્લિમ સમાજ ના લોકો એ કાળા વસ્ત્રો ધારણ કરી કાળી પટ્ટીબાંધી બોડેલી તાલુકા સેવાસદન ખાતે પહોંચ્યા હતા સાથે મહિલાઓ પણ હાજરી આપી હતી પ્રાંત કચેરી એ મુસ્લિમ અગ્રણીઓ એ હાલમા કેન્દ્ર સરકાર દ્વારા વકફ બોર્ડ ના નવા કાયદા અને ગુજરાત યુનિફોર્મ સીવીલ કોર્ડ લાગુ કરવાને લઇને ફેર ફાર કરી બિલ સંસદ પસાર કરી નવો કાયદો મુસ્લિમ સમાજ માં રોષ ફાટી નીકળ્યો છે. છોટાઉદેપુર જિલ્લા માં મુસ્લિમ સમાજ ના લોકો વકફ બોર્ડ ના કાયદાને રદ કરવા માંગ કરી હતી અને ગુજરાત સરકાર યુનિફોર્મ સિવિલ કોર્ડ નો કાયદો લાવવા ની વિચાર કરી રહી છે તેનો સખ્ત વિરોધ કર્યો હતો..