A2Z सभी खबर सभी जिले कीअन्य खबरेगुजरातदेश

અંજાર તાલુકામાં દબાણ વિરોધી કાર્યવાહી: વરસામેડી અને સીનુગ્રામાં 500 ચો.મી. સરકારી જમીન દબાણમુક્ત, 6.20 લાખની કિંમતની જમીન ખુલ્લી કરાઈ

કચ્છ જિલ્લા વહીવટીતંત્રે અંજાર તાલુકાના વરસામેડી અને સીનુગ્રા ગામમાં દબાણ વિરોધી મોટી કાર્યવાહી હાથ ધરી છે. કચ્છ કલેક્ટર આનંદ પટેલ અને નિવાસી અધિક કલેક્ટર ડી.પી.ચૌહાણના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે.

વરસામેડી સીમમાં એરપોર્ટ રોડની બાજુમાં આવેલી સરકારી જમીન પરથી ગેરકાયદે કોમર્શિયલ દુકાનોના દબાણો દૂર કરવામાં આવ્યા છે. આ કાર્યવાહીમાં 260 ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી છે. આ જમીનની અંદાજિત કિંમત રૂ. 5.65 લાખ છે.

સીનુગ્રા ગામની ગામતળની જમીન પરથી 240 ચોરસ મીટરનું દબાણ દૂર કરવામાં આવ્યું છે. આ જમીનની કિંમત રૂ. 54,020 છે. આ કાર્યવાહીમાં અંજાર મામલતદાર બી.વી.ચાવડાની આગેવાનીમાં સર્કલ ઓફિસર, માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને પોલીસ કર્મચારીઓએ ભાગ લીધો હતો.

Back to top button
error: Content is protected !!