A2Z सभी खबर सभी जिले कीगुजरात

કચ્છના આડેસર વિસ્તારમાં દારૂ દરોડો: એલસીબીએ 1.41 લાખનો વિદેશી દારૂ-બિયર જપ્ત કર્યો, બે બુટલેગર ઝાડીમાંથી નાસી છૂટ્યા

કચ્છ જિલ્લાના આડેસર વિસ્તારમાં એલસીબીએ દરોડો પાડી વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો પકડી પાડયો છે. એલસીબી પીઆઇ એન.એન.ચુડાસમાની આગેવાનીમાં ટીમે બાતમીના આધારે આ કાર્યવાહી કરી હતી.બુટલેગરો રણ માર્ગે પ્રવેશ કરી બાવળની ઝાડી અંદર નાસી જવામાં સફળ રહ્યા હતા.

બાતમી મળી હતી કે બે બુટલેગર મનજી માવજી કોલી (રહે. રાપર) અને ગંગારામ વેરશી કોલી (રહે. ફતેગઢ) સફેદ બોલેરો પિકઅપમાં દારૂનો જથ્થો લઈને ફતેગઢથી નર્મદા કેનાલના રસ્તે થઈને હમીરપર તરફ આવી રહ્યા છે. એલસીબીની ટીમે વોચ ગોઠવી હમીરપર ગામની કેનાલ પાસેથી વાહનને ઝડપી પાડ્યું હતું.

વાહનની તપાસ કરતા તેમાંથી 500 એમએલના 1,296 બિયર ટીન મળી આવ્યા હતા. જેની કિંમત રૂ. 1.41 લાખ છે. પોલીસે બિયર ઉપરાંત રૂ. 2 લાખની કિંમતનું મહિન્દ્રા પિકઅપ ડાલું (નંબર GJ-06-AZ-8615) પણ જપ્ત કર્યું છે. કુલ રૂ. 3.41 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે આડેસર ચેકપોસ્ટ કચ્છને ઉત્તર ગુજરાત સાથે જોડતા નેશનલ હાઇવે 27 પર આવેલી છે. અહીં 24 કલાક પોલીસ કર્મચારીઓ ગેરકાયદે પ્રવૃત્તિઓ પર નજર રાખે છે. આમ છતાં બુટલેગરો દારૂનો જથ્થો ઘુસાડવામાં સફળ થયા હતા. એલસીબીએ સ્થાનિક પોલીસની જાણ બહાર આ કાર્યવાહી કરી આગળની તપાસ માટે કેસ આડેસર પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.

Check Also
Close
Back to top button
error: Content is protected !!