गुजरात
Trending

છોટાઉદેપુર જિલ્લા પ્રભારી સચિવશ્રી પ્રવીણકુમાર સોલંકીના અધ્યક્ષસ્થાને ડિઝાસ્ટરની બેઠક યોજાઈ

છોટાઉદેપુર જિલ્લામાં કમોસમી વરસાદ અને વાવાઝોડાને પગલે ડિઝાસ્ટરની જિલ્લા પ્રભારી સચિવશ્રી પ્રવીણકુમાર સોલંકીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના વી.સી હોલ ખાતે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કમોસમી વરસાદ, વાવાઝોડુ, ઘરવખરી મકાનને નુકસાન, માનવમૃત્યુ,પશુમૃત્યુ, ખેતી નુકસાની, નુકસાનીનાસર્વે અને સહાય, ડિઝાસ્ટર કંટ્રોલરૂમ, વધુ વરસાદના સંજોગોમાં રાહત બચાવવાની કામગીરી, નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવેની પરિસ્થિતિ જેવા મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. ૧૩-૦૩-૨૦૨૫ના રોજ મોનસૂન કામગીરીની પૂર્વ તૈયારીઓ અંગેની કાર્યવાહી નોંધ તેમની સમક્ષ રજૂ કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટર શ્રી ગાર્ગી જૈન, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, પ્રાયોજના વહીવટદારશ્રી કલ્પેશકુમાર શર્મા, નિવાસી અધિક કલેકટરશ્રી શૈલેષ ગોકલાણી સહિત સંબંધીત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વિરેન્દ્રસિંહ દેસાઈ છોટાઉદેપુર.

Back to top button
error: Content is protected !!