
ભુજમાં ઘરની બહાર ન નીકળવા આદેશ કરાયો છે. સાથે જ નાગરિકોએ કોઈ પણ અફવા પર ધ્યાન ન આપવા સૂચના અપાઈ છે. આજે (10 મે, 2025) સવારના 5 વાગ્યાને 5 મિનિટે ઘડાકાનો અવાજ સંભળાયા હોવાનો લખપતના લોકોએ દાવો કર્યો છે. હાલમાં ગુજરાતના તમામ સરહદી જિલ્લાઓ હાઈ એલર્ટ પર છે.
ભુજમાં એકપણ વ્યક્તિને બહાર ન રહેવા સૂચના
ભુજ શહેરમાં પોલીસની 7-8 વાન સાયરન સાથે ફરતી કરાઈ. પોલીસે તમામ બજારોમાં ખુલતી દુકાનો અટકાવી હતી અને ખુલ્લી દુકાનોને બંધ કરાવી છે. ભુજમાં એકપણ વ્યક્તિને બહાર ન રહેવા સૂચના અપાઈ છે.
કંડલાથી 15 કિમી દૂર ડ્રોન તૂટી ભડભડ સળગ્યું
કંડલાથી 15 કિમી દૂર પૂર્વ કચ્છના આદિપુરમાં એસઓજી ઓફિસની બાજુમાં SRCના ખાલી પ્લોટમાં ડ્રોન તૂટી પડતા લોકોની ભીડ ઉમટી છે. પોલીસે ભીડને ખદેડી છે.