જિલ્લા કલેકટરશ્રી ગાર્ગી જૈનના અધ્યક્ષતામાં જિલ્લા કલેકટર કચેરીના વીસી હોલ ખાતે જિલ્લા કક્ષાનો ‘સ્વાગત ફરિયાદ નિવારણ’ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રજાજનોની વિવિધ ૧૪ જેટલી અરજીઓ મળી હતી. આ તમામ અરજીઓનો કલેકટરશ્રી દ્વારા સંતોષકારક નિકાલ કરવામાં આવ્યો હતો. જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજાયેલ “સ્વાગત ફરિયાદ નિવારણ”માં ઉપસ્થિત તમામ અરજદારોની રજૂઆતોને જિલ્લા કલેકટરશ્રીએ ધ્યાનપૂર્વક સાંભળી હતી.તમામ ૧૪ અરજીઓના અરજદારોના પ્રશ્નો સંદર્ભે સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરી ચોક્કસ સમયમર્યાદામાં અરજદારો અરજીઓનો નિકાલ કરવા સૂચન કર્યુ હતું. સ્વાગત ફરિયાદ નિવારણ” કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી સચિન કુમાર, પોલીસ અધિક્ષક ઈમ્તિયાઝ શૈખ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી કે.ડી.ભગત સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.