उदैपुरगुजरात

ગુજરાત રાજ્યના પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી વિકાસ સહાય (IPS) દ્વારા “e-Cop of the Month” એવોર્ડ આપી એમ.એફ. ડામોરને સન્માન કરવામાં આવીયા

છોટાઉદેપુર જિલ્લમાં મે અને જૂન માસ 2025 માં ડિટેક્શન ની સારી કામગીરી માટે ટીમ છોટાઉદેપુરને e Cop of the Month no એવોર્ડ આપી સન્માનિત કરાયા .

પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.એફ. ડામોર (LCB શાખા, છોટાઉદેપુર) એ પોકેટકોપની “વાહન સર્ચ એપ્લિકેશન”ના યોગ્ય ઉપયોગ દ્વારા વાહન ચોરીના ગુનાઓની સફળ શોધખોળ કરીને પ્રશંસનીય કામગીરી કરી છે. પોકેટકોપની વાહન સર્ચ એપ્લીકેશનનો ઉપયોગ કરી ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓના ૧૭ તથા મધ્યપ્રદેશ રાજ્યના ૦૨ વાહનચોરીના ગુનાઓ મળી કુલ ૧૯ વણ શોધાયેલ ગુના શોધી કાઢી ૧૩ આરોપીઓની ધરપકડ કરી ૧૧ મોટર સાયકલના રૂપિયા ૯,૫૮,૦૦૦/- નો મુદ્દામાલ રિકવર કરેલ. આધુનિક તકનીકના ઉપયોગથી ગુના શોધવાની ઉત્કૃષ્ટ કામગીરી માટે ‘ઇ-કોપ એવોર્ડ‘ એનાયત કરવામાં આવીયો. આધુનિક ટેકનોલોજી આધારિત તપાસના પરિણામે શ્રી એમ.એફ. ડામોરને ગુજરાત રાજ્યના પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી વિકાસ સહાય (IPS) દ્વારા “e-Cop of the Month” એવોર્ડ આપી સન્માન કરવામાં આવીયા. આ સિદ્ધિ માટે છોટાઉદેપુર જિલ્લા પોલીસ તેમજ સમગ્ર પોલીસ દળને ગર્વ અનુભવાયો છે. ભવિષ્યમાં પણ તેઓ આવી જ ઉત્કૃષ્ટ અને ટેકનોલોજી આધારિત ગુનાહિત તપાસ કરતું રહે, તેવી શુભકામનાઓ વ્યકત કરવામાં આવી છે.

વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી છોટાઉદેપુર.

Back to top button
error: Content is protected !!