A2Z सभी खबर सभी जिले कीTechnologyअन्य खबरेगुजरात

ભાવનગરમાં રેડ દરમિયાન PSIનું મોત, છાતીમાં અચાનક દુઃખાવો ઉપડતાં થયા હતા બેભાન

Screenshot 20250717 131238 Samsung Internet

પોલીસબેડા માટે આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. જેમાં ભાવનગર જિલ્લામાં ફરજ બજાવતા સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ સબ ઈન્સ્પેક્ટર સચિન શર્માને રેડ દરમિયાન અચાનક છાતીમાં દુખાવો ઉપડયો હતો. આ પછી તાત્કાલિક તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.જ્યાં તેમનું મોત નીપજ્યું છે.તેમને હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

વહેલી સવારે દરોડાની કાર્યવાહી કરવા માટે પોલીસ ટીમ સાથે ગયા હતા

મળતી માહિતી પ્રમાણે PSI સચિન શર્મા પોતાની ટીમ સાથે ભાવનગરના સનેસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરોડાની કાર્યવાહી માટે ગયા હતા. આ સમયે તેમને અચાનક છાતીમાં દુખાવો થવા લાગ્યો હતો અને બેભાન થઈ ગયા હતા. આ પછી તરત નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવશે.

Show More
Back to top button
error: Content is protected !!