उदैपुरगुजरात

છોટાઉદેપુર કલેકટર ગાર્ગી જૈનની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી

ક્ષતિગ્રસ્ત માર્ગો અને પુલોની કામગીરી ઝડપી કરી વાહનવ્યવહાર માટે સુગમ બનાવવા સૂચના આપી

છોટાઉદેપુર જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે જિલ્લા કલેકટરશ્રી ગાર્ગી જૈનની અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી હતી. જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં સાંસદશ્રી જશુભાઈ રાઠવા અને સર્વે ધારાસભ્યોના પ્રશ્નોનો વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ દ્વારા સંતોષકારક જવાબ આપવામાં આવ્યો હતો. આ બેઠકમાં કલેકટરશ્રી ગાર્ગી જૈનને અધિકારીશ્રીઓને લોક અરજીઓનો યોગ્ય નિકાલ કરવા જણાવ્યું હતું. માર્ગ અને મકાન વિભાગના અધિકારીશ્રી પાસેથી આજદિન સુધીની ક્ષતિગ્રસ્ત માર્ગો અને પુલોના કામગીરીની માહિતી મેળવી હતી.ક્ષતિગ્રસ્ત માર્ગો અને પુલોની કામગીરી ઝડપી કરી વાહનવ્યવહાર માટે સુગમ બનાવવા સૂચના આપી હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મલકાબહેન પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સચિન કુમાર, પ્રાયોજના અધિકારીશ્રી કલ્પેશકુમાર શર્મા, નિવાસી અધિક કલેકટર શ્રી શૈલેષ ગોકલાણી સહિત સંકલનના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

વિરેન્દ્રસિંહ દેસાઈ છોટાઉદેપુર.

Back to top button
error: Content is protected !!