
સુરક્ષિત દીકરી, જવાબદારી આપણા સૌની:
કાયદાકીય જાગૃતિ અને “ગુડ ટચ, બેડ ટચ” સેમિનાર યોજાયો..
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, સુરત પોલીસ અને વન સ્ટેપ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે BAPS સ્વામિનારાયણ વિદ્યામંદિર, અડાજણ ખાતે દીકરીઓની સુરક્ષા અને કાયદાકીય જાગૃતિને લઈને એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં દીકરીઓને “ગુડ ટચ, બેડ ટચ” વિશે સમજાવવામાં આવ્યું હતું અને કાયદાકીય પાસાઓ અંગે જાગૃત કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ACP મહિલા શ્રી મીની જોસેફ મેમ, એડવોકેટ ભરતભાઈ પંડિત અને મહિલા સુરક્ષા સમિતિના સભ્ય તેમજ પેરા લીગલ વોલેન્ટિયર સાથે સંસ્થાના ફાઉન્ડર રોનક ધ્રુવ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે દીકરીઓને સ્વ-સુરક્ષા અને તેમના અધિકારો વિશે મહત્વપૂર્ણ માહિતી આપી હતી. શાળાના આચાર્ય શ્રીમતી વૃંદાબેન દેસાઈ અને સુપરવાઈઝર શ્રી ચિરાગભાઈ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સફળતાપૂર્વક સંચાલન કરવામાં આવ્યું હતું. આ સેમિનાર દીકરીઓને સુરક્ષિત અને જાગૃત બનાવવાના ઉમદા હેતુ સાથે યોજાયો હ
તો.