उदैपुरगुजरात

મદદનીશ ખેતી નિયામકશ્રીની કચેરી જબુગામ ખાતે બ્લોક અને ક્લસ્ટર કો-ઓર્ડીનેટરશ્રીઓ માટે રીફ્રેશર તાલીમ યોજાઈ

નીલાબેન પટેલ દ્વારા સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત તાલીમના ઉદ્દેશો અને તાલીમ દ્વારા પરિણામ લક્ષી અસરકારક કામગીરી વિષે વિગતવાર માર્ગદર્શન આપ્યું

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં આવેલી મદદનીશ ખેતી નિયામકશ્રીની કચેરી જબુગામ ખાતે કમિશ્નરશ્રી ગ્રામ વિકાસ કચેરી ગાંધીનગર અને રાજ્ય ગામ વિકાસ સંસ્થા (SIRD)દ્વારા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી છોટાઉદેપુર અને વડોદરા જિલ્લાના સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજનામાં કામ કરતા બ્લોક અને ક્લસ્ટર કો-ઓર્ડીનેટરશ્રીઓ માટે એસ.આઈ.આર.ડીના વિશેષ નિયામકશ્રી બી.એમ.પ્રજાપતિનાં માર્ગદર્શન હેઠળ રીફ્રેશર તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રીફ્રેશર તાલીમમાં રાજયકક્ષાએથી SIRD માંથી ઉપસ્થિત કોર ફેકલ્ટી સુ.શ્રી નીલાબેન પટેલ દ્વારા સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત તાલીમના ઉદ્દેશો અને તાલીમ દ્વારા પરિણામ લક્ષી અસરકારક કામગીરી વિષે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. SIRD ના માસ્ટર ટ્રેનર્સ દ્વારા તમામ તાલીમાર્થીઓને એસ.બી.એમ. ફેઝ-૨ના વિવિઘ ઘટકો અંગે પ્રેઝન્ટેશન, શોર્ટ વિડિયો કલીપ, ગ્રુપ ડિસ્કશન, અન્ય પ્રવૃતિઓ તેમજ સંવાદના માધ્યમથી પ્રશિક્ષણ આપ્યું હતું.

વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી છોટાઉદેપુર.

Back to top button
error: Content is protected !!