उदैपुरगुजरात

બોડેલીમાં શેઠ ટી.સી. કાપડિયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજનો 62મો વાર્ષિકોત્સવ ઉજવાયો

મુખ્ય મહેમાન તરીકે ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરાના રજીસ્ટ્રાર ડૉ. અનિલ સોલંકી ઉપસ્થિત રહ્યા

IMG 20260307 210956
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આવેલી બોડેલી વિભાગ કેળવણી મંડળ સંચાલિત શેઠ ટી.સી. કાપડિયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ બોડેલીનો 62મો વાર્ષિકોત્સવ આજે ઉત્સાહભેર ઉજવાયો હતો. બોડેલી વિભાગ કેળવણી મંડળ બોડેલીના પ્રમુખ વર્ષાબેન કે. દલાલની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરાના રજીસ્ટ્રાર ડૉ. અનિલ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત કોલેજ ટ્રસ્ટના મંત્રી સુમનભાઈ પટેલ તેમજ ટ્રસ્ટીઓ અને અગ્રણીઓ પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રાર્થના રજૂ કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ કોલેજના આચાર્ય એચ. એમ. કોરાટે ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી પુષ્પગુચ્છ અર્પણ કરીને તેમનું સન્માન કર્યું હતું. આ અવસરે બોડેલી કોલેજનો વાર્ષિક અહેવાલ પ્રોફેસર વિપિનચંદ્ર સોલંકી દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. જ્યારે કોલેજમાં ચાલતી એલએલબી અને એલએલએમ કોર્સ અંગેનો પ્રગતિ અહેવાલ કોલેજની પ્રિન્સિપાલ શ્વેતાબેન પટેલ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓના સન્માન કાર્યક્રમમાં સૌપ્રથમ અર્થશાસ્ત્ર વિષયમાં એમ.એ. અભ્યાસ કરતી વિદ્યાર્થીની કુ. શર્મીબેન જીતિયાભાઈ રાઠવાએ સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાન મેળવી સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરી કોલેજ તથા અધ્યાપકોનું ગૌરવ વધાર્યું હતું. શર્મીબેન રાઠવાનું ઉપસ્થિત મહાનુભાવો દ્વારા મેડલ તથા મોમેન્ટો આપી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન મુખ્ય મહેમાન ડૉ. અનિલ સોલંકીએ વિદ્યાર્થીઓને તેમની વિવિધ સિદ્ધિઓ બદલ અભિનંદન પાઠવી અભ્યાસ સાથે સંસ્કાર અને વ્યક્તિત્વ વિકાસ પર ભાર મૂક્યો હતો.

વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી છોટાઉદેપુર.

Show More
Back to top button
error: Content is protected !!