?php echo do_shortcode('[t4b-ticker]'); ?
उदैपुरगुजरात

આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષસ્થાને રાજકીય પક્ષોની બેઠક યોજાઈ

મતદાન મથકોની આખરી દરખાસ્તને રાજકીય પક્ષોની સર્વસંમતિ સાથે મંજૂરી અપાઈ

IMG 20260407 WA0089
છોટાઉદેપુર જિલ્લામાં આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ (તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને બોડેલી નગરપાલિકા)ની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ની પૂર્વતૈયારીઓ તેજ બની છે. આ તૈયારીઓના ભાગરૂપે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આવેલા મતદાન મથકોની ભૌગોલિક સ્થિતિ, મતદારોની સુવિધા અને વહીવટી સરળતાને પ્રાધાન્ય આપી તૈયાર કરવામાં આવેલી યાદી રજૂ કરવામાં આવી હતી. ચૂંટણી તંત્ર દ્વારા સૂચિત મતદાન મથકોના સ્થળ ફેરફાર કે નામ સુધારણા બાબતે રાજકીય પક્ષો સાથે વિગતવાર ચર્ચા-પરામર્શ કરવામાં આવ્યો હતો. રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ દ્વારા આપવામાં આવેલા સૂચનો અને રજૂઆતોને વહીવટી તંત્ર દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવ્યા હતા. પક્ષોની સહમતી બાદ, જિલ્લાના આખરી મતદાન મથકોની દરખાસ્તને અધ્યક્ષશ્રી દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર શૈલેશ ગોકલાણી, મદદનીશ કલેકટર મુસ્કાન ડાગર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ઉમેશ શુક્લા, બોડેલી પ્રાંત અધિકારી ભૌમિકા રાઓલ સહિત ચૂંટણી કામગીરી સાથે જોડાયેલા વિવિધ વિભાગોના અધિકારીઓ અને રાજકીય પક્ષોના અગ્રણી પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

વિરેન્દ્રસિંહ દેસાઈ છોટાઉદેપુર

Back to top button
error: Content is protected !!