A2Z सभी खबर सभी जिले कीअन्य खबरे

ડીસા ખાતે આઈ.જી.પી. પરિક્ષિતા રાઠોડની ઉપસ્થિતિમાં ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ યોજાયો.

બનાસકાંઠા રેન્જ પોલીસ મહાનિરીક્ષક પરિક્ષિતા રાઠોડના ડીસા વિભાગના દ્વિ-વાર્ષિક ઇન્સ્પેક્શન અંતર્ગત ડીસા ખાતે એક વિશેષ “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નાગરિકોની ગુમાવેલી કે ચોરાયેલી મિલકતો શોધીને મૂળ માલિકોને પરત સોંપવાના આ કાર્યક્રમમાં પોલીસે સફળતાપૂર્વક મેળવેલો મુદ્દામાલ પ્રજાજનોને અર્પણ કર્યો હતો.પોલીસ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને સી-ટ્રેસ પોર્ટલ તેમજ સઘન તપાસના આધારે શોધવામાં આવેલા કુલ ૩૩ મોબાઈલ ફોન અને ૧ મોટરસાઈકલ મળીને રૂ. ૫,૩૦,૪૯૫/- ની મત્તાનો મુદ્દામાલ તેના સાચા માલિકોને પરત સોંપવામાં આવ્યો હતો. પોતાની ગુમાવેલી કિંમતી વસ્તુઓ અને વાહન પરત મળતાં નાગરિકોના ચહેરા પર ખુશી જોવા મળી હતી અને તેમણે પોલીસ વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો.

IMG 20260820 145054
Deesa
[yop_poll id="10"]
Show More
Back to top button
error: Content is protected !!