गुजरात

છોટાઉદેપુર જિલ્લIના રતનપુર ખાતે ૭ કરોડથી વધુના ખર્ચે રમત સ્પોર્ટસ સંકુલનું નિર્માણ થશે.

છોટાઉદેપુર,તા.11/03/2024 છોટાઉદેપુર જિલ્લના પાવી જેતપુર તાલુકના રતનપુર ખાતે ૭ કરોડથી વધુના ખર્ચે બનનાર ઇન્ડોર મલ્ટીપર્પઝ હોલ અને વિવિધ માળખાકીય સુવિધા સાથે સ્પોર્ટસ સંકુલનું ભૂમિ પૂજન સાસંદશ્રીમતી ગીતાબહેન રાઠવાના વરદહસ્તે કરવામાં આવ્યું હતું. રાજ્યમાં રમત ગમતને પ્રોત્સાહન મળે એ માટે તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેલ મહાકુંભની શરૂઆત કરાવી હતી. ખેલ મહાકુંભમાં 66 લાખ કરતાં વધુ ખેલાડીઓએ ભાગ લીધો છે. આજે ગુજરાત સરકાર ખેલાડીઓ પાછળ દર વર્ષે સવા ત્રણસો કરોડનો ખર્ચ કરે છે. ઇન્ડોર મલ્ટીપર્પઝ હોલ અને વિવિધ માળખાકીય સુવિધા સાથે સ્પોર્ટસ સંકુલનું ભૂમિ પૂજનના અધ્યક્ષપદેથી સાંસદશ્રીમતી ગીતાબહેન રાઠવાએ જણાવ્યું હતું કે આ સંકુલ નિર્માણ તથા યુવા પેઢી ખેલ તરફ વળશે. ખેલો ઇન્ડિયા વિઝનને ધ્યાનમાં રાખીના રમત ગમત સંકુલનું નિર્માણ થઇ રહ્યું છે.યુવાનો રમત ગમત ક્ષેત્રે પોતોની કારકીર્દી બનાવે તે માટે ઉમદા પ્રયત્ન થઇ રહ્યા છે. યુવાનો જિલ્લા કક્ષા એ,રાજયકક્ષાએ, રાષ્ટ્રકક્ષાએ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ દેશનું નામ રોશન કરે તે ઉદેશથી રમતગમત સંકુલનું નિર્માણ થઇ રહ્યું છે. આ કાર્યક્રમમાં લોકસભાના સાંસદશ્રીમતી ગીતાબહેન રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રીમતી મલકાબહેન, ધારાસભ્યશ્રી જયંતિભાઈ રાઠવા, તાલુકા પંચાયત પ્રમુખ, પદાધિકારીઓ અને કર્મચારી ગણ સહીત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી છોટાઉદેપુર

Vande Bharat Live Tv News
Back to top button
error: Content is protected !!