A2Z सभी खबर सभी जिले कीगुजरातसूरत

અડાજણ વિસ્તારમાં દુર્ગંધ વાળા પાણીથી પરિવારો ની સમસ્યા વધી, રોગચાળાની દહેશત

૨૦૦ જેટલા પરિવારો અસરગ્રસ્ત

અડાજણ વિસ્તારમાં કોળીવાડ અને ખોડિયાર નગર નાં પરિવારોએ પાણી વેચાતું લેવાની નોબત આવી છે. રાંદેર ઝોન નાં અડાજણ ગામમાં ગંદુ અને દુર્ગંધ મારતું પાણી આવતું હોવાની બૂમો પડી રહી છે. મળતી માહિતી મુજબ છેલ્લા કેટલાક દિવસોથી અડાજણ ગામનાં કોળીવાડ અને ખોડિયાર નગર માં દર બે ત્રણ દિવસે પીવાનું ગંદુ અને દુર્ગંધ મારતું પાણી આવતું હોવાથી ૨૦૦ થી વધુ પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. તેથી આ વિસ્તારના ૧૧૦૦ થી વધુ લોકો ને પીવાનું પાણી બહાર થી અને વેચાતું પણ લાવવું પડે છે. પાલિકા દ્વારા પાણીના ટેંકરો આપવા બાહેંધરી અપાય છે. ત્યાંના લોકો નું કહેવું છે કે પીવાના પાણી માં ગટરનું પાણી મિક્સ થતું હોવાની શક્યતા રહેલી છે. રાંદેર ઝોન દ્વારા ફોલ્ટ શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અવારનવાર ફરિયાદ કરવા છતાં કોઈ નિરાકરણ નહી આવતા ગંદા પાણીથી આ ગરમીના સમય મા રોગચાળો ફાટી નીકળવાની દહેશત ફેલાઇ રહી છે.

Check Also
Close
Back to top button
error: Content is protected !!