આંત્રોલી ખાતે વિકસિત ભારત 2047 અંતર્ગત સેવા સંકલ્પ અભિયાન-2026 યોજાયું

આંત્રોલી ખાતે QDC કક્ષાની ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધામાં સાત શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો
કપડવંજ તાલુકાની શ્રી એન. એમ.
પટેલ હાઈસ્કૂલ-આંત્રોલી ખાતે વિકસિત ભારત 2047 અંતર્ગત સેવા સંકલ્પ અભિયાન-2026 અંતર્ગત QDC કક્ષાની ચિત્ર સ્પર્ધા તથા વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કપડવંજ તાલુકાની કુલ સાત શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.આ સ્પર્ધામાં શ્રી એન.
એમ. પટેલ હાઈસ્કૂલ-આંત્રોલી, શ્રી મહાવીર હાઈસ્કૂલ-ભગવાનપુરા, શ્રી દત્ત માધ્યમિક શાળા-કપડવંજ, શ્રી સરદાર પટેલ વિદ્યાલય-દાણા, શ્રીમતી કે.સી.
ભગત માધ્યમિક અને સ્વ. કે.બી.
પટેલ ઉચ્ચતર માધ્યમિક શાળા-તોરણા, શ્રીમતી યુ.બી. બ્રહ્મભટ્ટ હાઈસ્કૂલ-આંબલીયારા તથા શ્રી મહાત્મા ગાંધી વિદ્યાલય-દહીઅપની શાળાઓએ ભાગ લીધો હતો.જેમાં માધ્યમિક વિભાગમાંથી ચિત્ર સ્પર્ધામાં પ્રથમ-માનવીબેન નરેન્દ્ર સિંહ વાઘેલા(સ્માર્ટ સીટી),શ્રીમતી કે.સી.ભગત મા.અને સ્વ.કે.બી.પટેલ ઉ.મા.શાળા-તોરણા,દ્રિતિય-બેલીમ અલ્કમનિશા રફીકમિયા(વિકસિત ભારત),શ્રી એન.એમ.પટેલ હાઈસ્કૂલ-આંત્રોલી,તૃતીય-પરમાર મિતલબેન વિક્રમભાઈ(ટીપે ટીપે પાણી બચાવો),શ્રી મહાવીરહાઇસ્કૂલ,ભગવાનપુરા,ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી પ્રથમ-પીનલ નગીનભાઈ પરમાર(અંતરીક્ષ),શ્રીમતી કે.સી.ભગત મા.અને સ્વ.કે.બી.પટેલ ઉ.મા.શાળા-તોરણા,દ્રિતિય-સાઈ આકશાબાનુ બિસ્મિલ્લાશા(વિકસિત ભારત),શ્રી એન.એમ.પટેલ હાઈસ્કૂલ-આંત્રોલી,તૃતીય-સોલંકી પ્રણવસિંહ વિક્રમસિંહ(ચાલો આંતરીક્ષની સફરે),શ્રી મહાવીરહાઇસ્કૂલ-ભગવાનપુરા તેમજ વક્તુત્વ સ્પર્ધામાં માધ્યમિક વિભાગમાંથી પ્રથમ-રાઠોડ વર્ષાબેન મુકેશભાઇ(ચાલો આંતરીક્ષની સફર),શ્રી એન.એમ.પટેલ હાઈસ્કૂલ-આંત્રોલી,દ્રિતિય-જલ્પાબેન નરેન્દ્રસિંહ ચૌહાણ(શાળા પ્રવેશોઉત્શવ),શ્રીમતી કે.સી.ભગત મા.અને સ્વ.કે.બી.પટેલ ઉ.મા.શાળા-તોરણા,તૃતીય-સોઢાપરમાર ઝલકબેન હસમુખભાઈ(સ્વછતા ત્યાં પ્રભુતા),શ્રી સરદાર પટેલ વિદ્યાલય-દાણા તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી પ્રથમ-બીજલ ગલાબસિંહ સોલકી(વસુંધૈવ કુટુંબકુમ),શ્રીમતી કે.સી.ભગત મા.અને સ્વ.કે.બી.પટેલ ઉ.મા.શાળા-તોરણા,દ્રિતિય-પટેલ વૃત્તિકા મનોજભાઇ(બેટી બચાવો ઘર બચાવો),શ્રી એન.એમ.પટેલ હાઈસ્કૂલ-આંત્રોલી,તૃતીય- ગોપી વી.
પરમાર(પાણી બચાવો),શ્રી મહાવીરહાઇસ્કૂલ-ભગવાનપુરા.આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ વિકસિત ભારત, અંતરીક્ષ વિજ્ઞાન, સ્માર્ટ સિટી, સ્વચ્છતા, પાણી બચાવો અને સામાજિક જાગૃતિ જેવા વિવિધ વિષયો પર પોતાની સર્જનાત્મકતા અને વક્તૃત્વ કૌશલ્યનું સુંદર પ્રદર્શન કર્યું હતું. સ્પર્ધાના પરિણામોને લઈને વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.શ્રી એન.
એમ. પટેલ હાઈસ્કૂલ-આંત્રોલી ખાતે યોજાયેલા આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, રાષ્ટ્રીય વિકાસની ભાવના અને અભિવ્યક્તિ કૌશલ્યને પ્રોત્સાહન મળ્યું હતું.
🔔 Vande Bharat News Alerts
नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।







