ચોટીલામાં સંત જલારામબાપાની 227મી જન્મજયંતિ ઉજવાશે: 101 દીવડાની મહાઆરતી, મહાપ્રસાદ અને ભવ્ય લોકડાયરાનું આયોજન
🔔 Vande Bharat News Alerts
नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।


અબોલ પશુઓના લાભાર્થે યોજાનારા લોકડાયરામાં જાણીતા કલાકારો હકાભા ગઢવી, નયનાબેન પટેલ સહિતના કલાકારો જમાવશે રંગ
ચોટીલા: સંત શિરોમણી પરમ પૂજ્ય સંત જલારામબાપાની 227મી જન્મજયંતિ નિમિત્તે ચોટીલા ખાતે ભવ્ય ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જલારામબાપાની જન્મજયંતિ મહોત્સવની ઉજવણી શ્રદ્ધા, ભક્તિ અને સેવાભાવના સંગમ સાથે કરવામાં આવશે. આ પ્રસંગે 101 દીવડાની ભવ્ય મહાઆરતી, મહાપ્રસાદ તથા અબોલ પશુઓના લાભાર્થે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ મહોત્સવ અંતર્ગત તા. 16 નવેમ્બર, 2026, સોમવારના રોજ સાંજે 6:30 કલાકે 101 દીવડાની ભવ્ય મહાઆરતી યોજાશે. ત્યારબાદ સાંજે 7:00 કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.
રાત્રે 10:00 કલાકથી અબોલ પશુઓના લાભાર્થે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોકડાયરામાં ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર અને કલાકારો હકાભા ગઢવી, નયનાબેન પટેલ, ભરતભાઈ ચૌહાણ, ભરત મહારાજ તથા રાહુલબા ગઢવી સહિતના કલાકારો પોતાની આગવી કલા અને પ્રસ્તુતિથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરશે.
ધાર્મિકતા સાથે જીવદયાના ઉમદા હેતુને જોડતા આ જન્મજયંતિ મહોત્સવમાં ચોટીલા સહિત આસપાસના વિસ્તારના ધર્મપ્રેમી નાગરિકો અને રઘુવંશી સમાજના ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવે તેવી આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.
કાર્યક્રમનું સ્થળ: તાલુકા પંચાયત ગ્રાઉન્ડ, જૂની મામલતદાર ઓફિસની બાજુમાં, ચોટીલા.
રિપોર્ટર : નમન દવે
नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।
Vande Bharat Live TV Newsछठ महापर्व पर थाना प्रभारी अविनाश राज ने देशवासियों को दी शुभकामनाएं, छठ घाटों पर सुरक्षा के पुख्ता…
पूरी खबर पढ़ें →
नोएडा के भंगेल सलारपुर स्थित भट्ठा कालोनी में छठ पूजा का आयोजन किया गया जिसमें शाम को डूबते…
पूरी खबर पढ़ें →
Vande Bharat Live TV Newsआज नोएडा प्राधिकरण की ओर से सलारपुर स्थित भट्ठा कॉलोनी में छठ घाट का विशेष तौर पर सुंदर…
पूरी खबर पढ़ें →
नोएडा के भंगेल सलारपुर स्थित भट्ठा कालोनी में छठ पूजा का आयोजन किया गया जिसमें शाम को डूबते…
पूरी खबर पढ़ें →
Aditya Jain ki photo aani chahie Akhbar Mein Aur Mera naam Abhishek hai main uska bada bhai hun
पूरी खबर पढ़ें →
Aditya Jain ki photo aani chahie Akhbar Mein Aur Mera naam Abhishek hai main uska bada bhai hun
पूरी खबर पढ़ें →
तेज़ खबरें सीधे अपने मोबाइल की Home Screen पर पाएँ।
App केवल Vande Bharat Live TV News की official website से install करें।