A2Z सभी खबर सभी जिले कीगुजरातसूरत

જનેતાએ બે બાળકો સહિત કૂવામાં ઝંપલાવ્યું

ઘરકંકાસ નાં કારણે મહિલા એ આ કૃત્ય કર્યું

પોલિસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સુબીર તાલુકાના ધોલિયાઉંબર પાટીલ ફળિયું ખાતે જયેશ અશોક ઉધાર ની પત્નિ સુનિતા વચ્ચે બાળકોને લઈને અવારનવાર તકરાર ચાલતી રહેતી હતી. જેનું દુઃખ મનમાં રાખી સુનિતાબેન ઉધાર ઉ. વ.32 તેના બે બાળકો જેમાં એક બાળક ચાર માસનું અને બીજું બાળક સાડાચાર વર્ષનું ને લઈને ઘરમાંથી કોઈને કહિયા વગર નીકળી ગઈ હતી. ત્યારબાદ ગામ નજીક આવેલા ગરુડિયા ગામની સીમમાં હરેશભાઈ રાઉત નાં ખેતરમાં આવેલ કૂવામાં બન્ને માસુમ બાળકોને ફેંકી દીધા હતા. ત્યારબાદ પોતે પણ આપઘાત કરવા માટે કૂવામાં કૂદી પડી હતી. કૂવો ઊંડા પાણીથી ભરેલો હોય જેથી બન્ને બાળકોના મોત નિપજયા હતા. તેમજ માતા સુનીતાબેન ને પણ કૂવામાં કુદી પડી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સુનીતાબેન બચી ગયા હતા. આ બનાવની જાણ ગામનાં લોકો ને થતાં સ્થળ પર દોડી ગયા હતા. સુબીર પી એસ આઈ કે. જી. ચૌધરી એ સુનિતા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!