A2Z सभी खबर सभी जिले कीLok Sabha Chunav 2024गुजरातताज़ा खबर

પાટણ આદર્શ આચાર સંહિતાનો અમલ ક્યારે થશે. હારિજ પાટણ ફોરલાઈન હાઇવે પર દીવાલ પર રાજકિય ભિંતચિત્ર જોવા મળ્યું જાહેર માર્ગ પર પક્ષના ચિહ્ન સાથે ચિતરામણ દૂર કરાયુ નથી: હારિજમાં આચાર સંહિતાનો ભંગ જોવા મળ્યો

પાટણ 

આદર્શ આચાર સંહિતાનો અમલ ક્યારે થશે.

હારિજ પાટણ ફોરલાઈન હાઇવે પર દીવાલ પર રાજકિય ભિંતચિત્ર જોવા મળ્યું

જાહેર માર્ગ પર પક્ષના ચિહ્ન સાથે ચિતરામણ દૂર કરાયુ નથી: હારિજમાં આચાર સંહિતાનો ભંગ જોવા મળ્યો

લોકસભાની સામાન્ય ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ તારિખ ૧૬ મી માર્ચ થી સમગ્ર દેશમાં આચાર સંહિતા લાગુ થઈ હતી. આદર્શ આચાર સંહિતાનો અમલ થાય તે બાબતે ચુંટણી પંચ દ્વારા સૂચનાઓ આપવામાં આવેલી હોય છે.અને હાલ ચાલી રહેલ લોકસભાની ચૂંટણીને પગલે આચારસંહિત લાગુ કરવામાં આવી છે. ત્યારે પાટણના હારિજ ખાતે હારીજ પાટણ ફોરલાઈન હાઇવે પર જાહેર માર્ગ પર કમળના સિમ્બોલ વાળા પોસ્ટરો જોવા મળ્યા હતા.હારીજ પાટણ હાઇવે પર “ફરી એકવાર ભાજપ સરકાર” લખેલા પોસ્ટરો જોવા મળ્યા હતા.

હારિજ પાટણ ફોર લાઈન ઉપર મુખ્ય હાઇવે પર એક દિવાલના – ભાગે કમળના નિશાન નીચે ફરી એકવાર ભાજપ સરકાર વાળું રાજકીય ચિતરામણ હટાવવાનું કામ તંત્ર દ્વારા દૂર – કરાયું નથી. તાલુકા સેવા સદન  ખાતે ફરજ બજવતા નાયબ ચૂંટણી અધિકારીની નજરમાં કેમ આવ્યું નથી. આચાર સંહિતા લાગુ થયાના આટલા દિવસ બાદ પણ હારિજ પાલિકા દ્વારા આદર્શ આચાર સહિતાનો અમલ થાય તે દિશામાં યોગ્ય કામગીરી કરવામાં આવી ન હોવાનું સ્પષ્ટ પણે જણાઈ આવે છે.ત્યારે ચોક્કસપણે હારીજ માં આચાર સંહિતાનો ભંગ જોવા મળ્યો હતો.

Check Also
Close
Back to top button
error: Content is protected !!