उदैपुरगुजरात

ચલામલી ખાતે ભગત સમાજ દ્વારા દિવાળીની અનોખી ઉજવણી

સામુહિક ભોજન અને પરંપરાગત રમતો દ્વારા દિવાળીની ઉજવણી કરતું ચલામલી ભગત સમાજ

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ચલામલી ગામ ખાતે ભગત સમાજ દ્વારા દિવાળી પર્વ પરંપરાગત અનોખી રીતે ઉજવવામાં આવ્યો હતો. વર્ષોથી ચલામલી ગામમાં ભગત સમાજના બાલ, યુવા વૃદ્ધ બધા સાથે ભેગામળીને વાઘબારસ થી બેસતુ વર્ષ સુધી ત્રણ ટાઇમ સમૂહ ભોજન કરવામાં આવ્યું હતું. રોજ સાંજે ભજન,ગરબા, અંતાક્ષરી અને ભારતીય રમતો રમી ગ્રામજનોએ આનંદ માણ્યો હતો. આ ગામની ખાસ વિશેષતાએ છે કે ભગત સમાજ પ્રત્યેક ઘરમા એક એનઆરઆઈ વ્યક્તિ છે. ભગત સમાજનાં લોકોએ બેસતા વર્ષના દિવસે સવારે એક ચોક્કસ જગ્યાએ (પરથારો) ભેગા મળીને ઉદાધર્મ પંચમાલામા આવેલ અધ્યારુજી મહારાજના હસ્તે લખાયેલ પારાયણ (ભજન) આરતી કરી પ્રસાદ લઈ ભક્તિભાવ સાથે નવા વર્ષની શરૂઆત કરી હતી. નવા વર્ષની સંધ્યાએ પાંચ દિવસ ભારતીય રમતોમા એક થી ત્રણ નંબર પ્રાપ્ત કરનારાઓને વડીલોના હસ્તે પ્રોત્સાહિત ઈનામ આપવામાં આવ્યા હતા. નવા વર્ષ દિવસે સમૂહભોજનના અંતે ભગત સમાજના વડીલો દ્રારા સમાજના યુવાનોને સમાજલક્ષી સંદેશો આપી સમાજલક્ષી સંકલ્પ લેવડાવવામા આવ્યા હતા. જેમા સહુ અનુમોદન આપે છે. દિવાળીના પાંચ દિવસ ગામની બહાર રહેતા સમાજના તમામ લોકો ગામમા આવી દિવાળી પર્વની ઊજવણી કરે છે.જે લોકો આવી નથી શકતા તેઓ આર્થિક સહાય દ્વારા સમાજને મદદ કરે છે. વડવાઓએ શરૂ કરેલી પરંપરાને ચલામલીના યુવાનોએ વર્તમાન સમયમાં જાળવી રાખી છે.

વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી છોટાઉદેપુર.

Back to top button
error: Content is protected !!