પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના ૨૪ વર્ષ પૂર્ણ થતા ગુજરાતભરમાં “વિકાસ સપ્તાહ” ઉજવણીનો માહોલ સર્જાયો છે. પ્રધાનમંત્રીશ્રીના અવિરત માર્ગદર્શન અને વિઝન હેઠળ ગુજરાતે છેલ્લા બે દાયકાથી વધુ સમયગાળામાં સર્વાંગી વિકાસની હરણફાળ ભરી છે. રાજ્ય સરકાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ આ વિકાસયાત્રાને જનજન સુધી પહોંચાડવા ૭ થી ૧૫ ઓક્ટોબર, ૨૦૨૫ દરમિયાન “વિકાસ સપ્તાહ” ઉજવણી કરવામાં આવી રહી છે.. વિકાસ સપ્તાહ – ૨૦૨૫ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના નાના કાંટવા ગામે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મહાનુભાવો દ્વારા વિકાસ રથનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું.. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે ગામના લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ કરવામા આવ્યું હતું. વિકાસ સપ્તાહ દરમિયાન વિકાસ રથના માધ્યમથી ઉપસ્થિત સૌએ સરકારી યોજનાઓ અને વિકાસની ઝાંખી નિહાળી હતી. કાર્યક્રમના અંતે આત્મનિર્ભર ભારતના નિર્માણ માટેની પ્રતિજ્ઞા લીધી હતી. આ પ્રસંગે બોડેલી તાલુકા પંચાયત પ્રમુખ ડૉ.શીતલકુંવરબા મહારાઉલ, સમાજ કલ્યાણ અધિકારી એચ જે ચાવડા, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, સરપંચ, અન્ય પદાધિકારીઓ, અધિકારીઓ સહીત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.