गुजरात

પાલિકાના પાપે જનતા પરેશાન..હારીજ નગરનાં ધુણીયા વિસ્તારમાં ખદબદતી ગંદકી વચ્ચે વિદ્યાર્થીઓ સહિત સ્થાનિકો નાના બાળકો પસાર થવા મજબૂર બન્યા:સમસ્યા દુર કરવા મામલતદારને આવેદનપત્ર અપાયું

ચાંદીપુરા વાયરસનાં કહેર વચ્ચે હારિજ પાલિકા ની ઘોર બેદરકારી સામે આવી..ભૂગર્ભ ગટરનાં ગંદાં પાણી ઠેર ઠેર ઉભરાતા રોગચાળાની ભિતી, અનેકવાર રજૂઆત બાદ નિરાકરણ નહિ આવતા પાલીકાની ચુંટણીનો બહિષ્કાર કરવા ચીમકી ઉચ્ચારી..

 

પાટણ જિલ્લાના હારીજ નગર ખાતે આવેલ ધુણીયા વિસ્તારમાં ભૂગર્ભ ગટરના ગંદા પાણી રોડ રસ્તા પર ઉતરી આવતા લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે. હાલ સમગ્ર ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વર્તાવ્યો છે ત્યારે આ વાયરસનાં વચ્ચે હારીજના ધૂણીયા વિસ્તારમાં ગટરનાં ગંદા પાણી રોડ રસ્તા પર ઉતરી આવતા અને ખદબદી રહેલ ગંદકીની સમસ્યાને લઈ લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે. હારિજ નાં ધૂણીયા વિસ્તારમાં ભૂગર્ભ ગટરના ગંદા પાણીનો જટિલ પ્રશ્ન બન્યો છે.અહીંયા ખદબદતી ગંદકીમાં પસાર થવા સ્થાનિકો આંગણવાડીના બાળકો,વિદ્યાર્થીઓ અને મોટી ઉંમરના વડીલો ચાલવા મજબુર બન્યા છે.તો અહીંયા મચ્છરનો ઉપદ્રવ વધ્યો હોવાથી ઘરે ઘરે માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે.ત્યારે નગર પાલિકા નાં પાપે લોકો હાલાકી વેઠવી રહ્યા હોય તંત્ર સામે લોકોએ વિરોધ દર્શાવ્યો હતો તેમજ ભારે આક્રોશ વ્યક્ત કરતા લોકોએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી ધૂણીયા વિસ્તારમાં ભૂગર્ભ ગટરના પાણી ઉભરાઇ રહ્યા છે.ઠેરઠેર ગંદકીનું સામ્રાજ્ય વધ્યું છે તેમજ અનેકવાર પાલિકામાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ જાતની સાફ સફાઈ કે દવાનો છંટકાવ કરવામાં આવ્યો નથી ત્યારે પાલિકા સામે લોકોનો ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

 

હારિજ નગરના સ્થાનિકોએ પોતાના વિસ્તારના પ્રાણ પ્રશ્નોને લઈને રેલી કાઢી મોટી સંખ્યામાં મહિલાઓ મામલતદાર કચેરી રજૂઆત કરવા પહોંચ્યા હતા.અને નગરપાલિકા હાય હાયના સુત્રોચાર કરતા ભારે આક્રોશ વ્યકત કર્યો હતો. સ્થાનિકો દ્વારા નગર પાલિકાને અનેકવાર અને વારંવાર રજૂઆતો કરવા છતાં નઘરોળ તંત્ર ઘોર નિદ્રામાં જ રહ્યું છે ત્યારે તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવા લોકોની માંગ ઉઠવા પામી છે.જો આ વિસ્તારમાં તાત્કાલિક ધોરણે ગંદકી ગટરનાં પ્રશ્નો નું નિરાકરણ કરવામાં નહિ આવે તો આગામી પાલિકાની ચૂંટણીનો બહિષ્કાર કરવા લોકોએ ચીમકી ઉચ્ચારી હતી.

 

ધુણીયા વિસ્તારના રહીશોની સમસ્યા દુર કરવા મામલતદારને આવેદનપત્ર:

હારિજ નગરના ધુણીયા વિસ્તારમાં ખુબજ ગંદકી ફેલાઈ રહી છે. વરસાદી પાણી ચારેય બાજુ ભરાઈ ગયેલ છે. વરસાદી પાણીના લીધે ગટરો ઉભરાઈ જવાથી ગંદકીના કારણે લોકોને રહેવું ખુબજ મુશ્કેલ બન્યું છે તેમજ ભારે હાલાકી નો સામનો કરવો પડે છે. વરસાદના કારણે રોડ ઉપર પીવાના પાણીની ટાંકીથી મામલતદાર કચેરી સુધી ખુબજ કાદવ-કીચડ હોવાથી રોડ ઉપર પાણી ભરાવવાથી રોડ ઉપર લોકોને ચાલવું મુશ્કેલી બન્યું છે તેમજ રોડ રસ્તા ઉપર રખડતા ઢોરનો ખુબજ ત્રાસ હોવાથી બાળકોને શાળામાં અવરજવર માટે રોડ ઉપર કાદવ કીચડ, ગંદકી અને ઢોરોના કારણે બાળકો શાળામાં જઈ શકતા નથી તેના કારણે અસહ્ય ગંદકીથી રોગચાળાની ભીતી દેખાઈ રહી છે. ધુણીયા વિસ્તારના ગ્રામજનો દ્વારા પુષ્કળ પ્રમાણમાં ગંદકીના કારણે રખડતા ઢોરના ત્રાસથી

 

લોકોને,બાળકોને,વાહનચાલકોને ચાલૌવામાં પણ મુશ્કેલી ઉભી થાય છે અને હાલમાં સમગ્ર રાજ્યમાં ચાંદીપુરા વાઇરસનો ચારેકોર કહેર વર્તાઈ રહ્યો છે. તેમજ મચ્છરજન્ય રોગો પણ વધતા રહ્યા છે. લોકોના આરોગ્યને નુકસાન થવાની પુરેપુરી શક્યતા રહેલી છે. આ બાબતે અવરનવર રજુઆતો કરવામાં આવેલ હોવાથી છતાંય પણ કોઈ સમસ્યાનો નિકાલ થતો નથી. ધુણીયા વિસ્તારના ગ્રામજનોનું આરોગ્ય જોખમાય તે પહેલા તંત્ર જાગે તેવી ધુણીયા વિસ્તારના ગ્રામજનોએ આવેદનપત્ર આપી માંગ કરી છે.

Back to top button
error: Content is protected !!