Vande Bharat Live TV News
देश • राज्य • जिला — खबरें तेज़, साफ और विश्वसनीय तरीके से
Kheda

કપડવંજના અંતિસર દરવાજા પાસે સ્વચ્છતાના ધજાગરા

09 Sep 2026, 02:06 PM • Vande Bharat Live TV News
📣 शेयर करें: Facebook X Telegram LinkedIn लिंक कॉपी हो गया ✅
કપડવંજના અંતિસર દરવાજા પાસે સ્વચ્છતાના ધજાગરા - KHEDA, गुजरात

કપડવંજ: શહેરના અંતિસર દરવાજા ખાતે આવેલી પોલીસ ચોકીની બાજુમાં આવેલા શુલભ શૌચાલય નજીક સ્વચ્છતાની સ્થિતિ અત્યંત કથળેલી જોવા મળી રહી છે. શૌચાલયની આસપાસ કચરો, વાસી એઠવાડ તેમજ ગંદકીના ઢગલા જોવા મળતા સ્થાનિક નાગરિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

શહેરમાં સ્વચ્છતા જાળવવા માટે નગરપાલિકા દ્વારા વિવિધ કામગીરી કરવામાં આવતી હોવા છતાં અંતિસર દરવાજા જેવા જાહેર સ્થળે ગંદકી જોવા મળતા તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. ગંદકીના કારણે સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ રહી છે અને રોગચાળો ફેલાવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ આ સ્થળે ગાયોના ટોળાં પણ અવારનવાર જોવા મળે છે, જેના કારણે રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ તથા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જાહેર સ્થળે સ્વચ્છતા જાળવવા માટે નગરપાલિકા દ્વારા જાહેર નોટિસ સહિતની કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ સ્થળ પર નિયમોના ભંગ સામે કડક કાર્યવાહી થતી ન હોવાની ફરિયાદો ઉઠી રહી છે.

તંત્ર દ્વારા તાત્કાલિક સફાઈની માંગ
સ્થાનિક નાગરિકોએ નગરપાલિકા તંત્રને તાત્કાલિક અસરથી સ્થળની સંપૂર્ણ સફાઈ કરાવવા, નિયમિત સફાઈ વ્યવસ્થા ગોઠવવા તેમજ જાહેરમાં કચરો ફેંકનારાઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવાની માંગ કરી છે. શુલભ શૌચાલયની આસપાસ સતત સ્વચ્છતા જળવાઈ રહે તે માટે પણ યોગ્ય વ્યવસ્થા કરવાની માગ ઉઠી છે.

📣 शेयर करें: Facebook X Telegram LinkedIn लिंक कॉपी हो गया ✅

🔔 Vande Bharat News Alerts

नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।

संबंधित और ताज़ा खबरें

बुजुर्ग व्यक्ति की पीठ पर सवार पटवारी के वायरल वीडियो पर कलेक्टर की सख्ती, पटवारी निलंबित; अपर कलेक्टर कर रहे पूरे मामले की जांच
Sagar09 Sep

बुजुर्ग व्यक्ति की पीठ पर सवार पटवारी के वायरल वीडियो पर कलेक्टर की सख्ती, पटवारी निलंबित; अपर कलेक्टर कर रहे पूरे मामले की जांच

वंदे भारत लाइव टीवी न्यूज रिपोर्टर सुशील द्विवेदी 8225072664 *सीधी जिले के ग्राम माटा में एक बुजुर्ग व्यक्ति…

पूरी खबर पढ़ें →
સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે વેરાવળ સમસ્ત ખારવા સમાજ દ્વારા પરંપરાગત પિતૃ તર્પણ વિધિ સંપન્ન
Gir Somnath09 Sep

સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે વેરાવળ સમસ્ત ખારવા સમાજ દ્વારા પરંપરાગત પિતૃ તર્પણ વિધિ સંપન્ન

સોમનાથ ત્રિવેણી સંગમ ઘાટ ખાતે શ્રાવણ વદ તેરસના પાવન દિવસે વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના પટેલ જીતુભાઇ કુહાડા…

पूरी खबर पढ़ें →
संगठन मजबूत, मिशन मजबूत गोंडवाना गणतंत्र पार्टी ्
Chhindwara09 Sep

संगठन मजबूत, मिशन मजबूत गोंडवाना गणतंत्र पार्टी ्

संगठन मजबूत, मिशन मजबूत गोंडवाना गणतंत्र पार्टी ् गोंडवाना गणतंत्र पार्टी छिंदवाड़ा विधानसभा अमरवाड़ा की सिंगोड़ी क्षेत्रीय बैठक…

पूरी खबर पढ़ें →
error: Content is protected !!