Vande Bharat Live TV News
देश • राज्य • जिला — खबरें तेज़, साफ और विश्वसनीय तरीके से
Valsad

> *રાજકીય રંગમંચ પર દિવાળીમાં ગુલાબ વહેંચતા યુવરાજનો ફ્લોપ શો*

13 Nov 2026, 03:01 PM • Vande Bharat Live TV News
📣 शेयर करें: Facebook X Telegram LinkedIn लिंक कॉपी हो गया ✅
> *રાજકીય રંગમંચ પર દિવાળીમાં ગુલાબ વહેંચતા યુવરાજનો ફ્લોપ શો* - VALSAD, गुजरात

શેરીઓમાં ડીબેટ શોધતા અને સંસદથી ભાગતા ઢોંગી નેતાઓના બેવડા ધોરણો અને હાસ્યાસ્પદ પીઆર સ્ટંટ પર એક ધારદાર કટાક્ષ

​બૉલિવૂડની સુપરહિટ ફિલ્મ 'શોલે'માં ગબ્બરસિંહ જ્યારે પહાડ પર ઊભો રહીને સામ્ભાને પૂછતો કે 'અરે ઓ સામ્ભા, સરકારે આપણા પર કેટલું ઇનામ રાખ્યું છે?' ત્યારે એના ચહેરા પર એક અલગ જ ભયાનકતા અને ગંભીરતા હતી. ગબ્બર ભલે મોટો ખલનાયક હતો, પણ એની વાતોમાં અને ઇરાદાઓમાં ક્યાંય ભેળસેળ નહોતી. એ ક્યારેય દિવાળીના પવિત્ર તહેવાર પર બંદૂક બાજુ પર મૂકીને ઠાકુરને 'હેપ્પી દિવાળી' કહેવા માટે હાથમાં ગુલાબનું ફૂલ લઈને નહોતો ગયો ! કારણ કે ગબ્બરને ખબર હતી કે ક્યો તહેવાર ક્યારે આવે અને ક્યાં કેવો વ્યવહાર કરાય. પરંતુ અફસોસ, આપણા દેશના કેટલાક રાજકીય ડ્રામાબાજોને આટલી સાદી સમજણ પણ નથી પડતી.
​આપણા રાજકારણના આજના 'યુવરાજ' અથવા કહો કે 'શાહજાદા'ની સ્ક્રિપ્ટ કોઈ સી-ગ્રેડ ફિલ્મના લેખક કરતાં પણ કંગાળ છે. ભાઈસાહેબને કેમેરા સામે 'એંગ્રી યંગ મેન' બનવાનો બહુ જ શોખ છે, પણ અંતે એમના તમામ પ્રયોગો હળવી કોમેડીમાં જ પરિણમે છે. હમણાં જ આ યુવરાજે એક વિડીયો પોસ્ટ કર્યો, જેમાં હાથમાં ગુલાબનું ફૂલ પકડીને આપણા વડાપ્રધાનશ્રીને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી રહ્યા હતા ! અરે ભાઈ, દિવાળીમાં દીવા પ્રગટાવાય, મીઠાઈ વહેંચાય, કોઈને વેલેન્ટાઈન ડેનું ભૂત ચડી ગયું હોય એમ ગુલાબના ફૂલ થોડા અપાય? ભારતીય સંસ્કૃતિના નામે મીંડું અને વાતો મોટી મોટી! સાચે જ, કહેવું પડે કે 'અક્કલ ઉધાર માંગવા જઈએ તોય કોઈ ન આપે' એવી હાલત છે. ખબર નહીં આ ભાઈની પીઆર ટીમ કોણ સંભાળે છે?
​આ યુવરાજ હવે લીડર ઓફ ઓપોઝિશન બની ગયા છે. બંધારણીય રીતે લીડર ઓફ ઓપોઝિશનનું પદ બહુ મોટું હોય છે, પણ એમને હજી લાગે છે કે તેઓ કૉલેજના સ્ટુડન્ટ યુનિયનના લીડર છે. તેઓ વડાપ્રધાનશ્રીને ડીબેટ માટે પડકાર ફેંકે છે અને પાછા કહે છે કે "આવો આપણે રસ્તા પર ડીબેટ કરીએ!" અરે ભાઈ, તમે લીડર ઓફ ઓપોઝિશન છો, તમારી પાસે પાર્લામેન્ટ જેવું લોકશાહીનું પવિત્ર અને અધિકૃત મંચ છે. જો સાચે જ પ્રજાના પ્રશ્નોની ચર્ચા કરવી હોય, તો પાર્લામેન્ટમાં આવોને ! પણ ના, ભાઈને તો ગલી-મહોલ્લામાં, શેરીના નાકે બેસીને પંચાત કરવી છે. આને કહેવાય 'નાચવું ન હોય તો આંગણું વાંકું'. પાર્લામેન્ટમાં સત્તાપક્ષના નેતાઓ અને ખુદ હોમ મિનિસ્ટર જવાબો આપવા તૈયાર બેઠા છે, પણ ત્યાં તો આ ભાઈની બોલતી બંધ થઈ જાય છે અને પછી બહાર આવીને હોબાળો મચાવે છે.
​આ પાર્ટી અને એના નેતાઓની બેવડી નીતિઓ જોશો તો તમને 'હાથીના દાંત ચાવવાના જુદા અને બતાવવાના જુદા' એ કહેવત બરાબર સમજાઈ જશે. જ્યારે વડાપ્રધાન વારાણસીમાંથી પ્રચંડ બહુમતીથી જીતે, ત્યારે આખી પીઆર ટીમ કાગારોળ મચાવે કે ઈવીએમ ખરાબ છે, ડેમોક્રેસી ખતરામાં છે ! પણ જ્યારે આ જ યુવરાજ રાયબરેલીમાંથી જીતે કે કેરળમાં એમની સરકાર બને, ત્યારે એ જ ઈવીએમ ચોવીસ કેરેટ શુદ્ધ ગોલ્ડ જેવું પવિત્ર બની જાય છે! આ તે કેવો ન્યાય? આસામમાં સત્તાપક્ષ જીતે તો એમને મેચ ફિક્સિંગ લાગે, અને પોતાના વાળા જીતે તો એ ૧૦૦ ટકા શુદ્ધ ! આવી બાલિશ વાતોથી હવે દેશની પબ્લિક છેતરાવાની નથી.
​વિદેશમાં જઈને દેશની બદનામી કરવી, અન્ય દેશોની શાસક પાર્ટીઓ સાથે છૂપા કરારો કરવા અને પછી અહીં આવીને ડેમોક્રેસીના રખેવાળ બનવાનો ડોળ કરવો, એ હવે જૂની ફોર્મ્યુલા થઈ ગઈ છે. આ પબ્લિક છે સાહેબ, બધું જ જાણે છે ! દિવાળીના ગુલાબ અને આ ઢોંગીઓની કિતાબ, બંને હવે ખુલ્લા પડી ગયા છે. એટલે આ રાજકીય યુવરાજને એક જ મફત સલાહ છે : જો સાચે જ પોલિટિક્સ કરવું હોય તો પાર્લામેન્ટમાં આવીને ડીબેટ કરવાની હિંમત રાખો, અને હા, એ ગુલાબનું ફૂલ સાચવી રાખો, આવતા વર્ષે વેલેન્ટાઈન ડે પર કોઈને આપવા કામ લાગશે !
આલેખન : નિખિલ દરજી, ઉમરગામ (જિ. વલસાડ)
મો. નં. 9898664944

📣 शेयर करें: Facebook X Telegram LinkedIn लिंक कॉपी हो गया ✅

🔔 Vande Bharat News Alerts

नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।

संबंधित और ताज़ा खबरें

माननीय शिक्षा मंत्री मिथिलेश तिवारी का भृंगीचक में भव्य स्वागत, सैकड़ों ग्रामीणों ने किया अभिनंदन
Gopalganj15 Nov

माननीय शिक्षा मंत्री मिथिलेश तिवारी का भृंगीचक में भव्य स्वागत, सैकड़ों ग्रामीणों ने किया अभिनंदन

माननीय शिक्षा मंत्री मिथिलेश तिवारी का भृंगीचक में भव्य स्वागत, सैकड़ों ग्रामीणों ने किया अभिनंदन भगवानपुर पंचायत से…

पूरी खबर पढ़ें →
Vande Bharat Live TV NewsVande Bharat Live TV News
Vande Bharat Live TV NewsVande Bharat Live TV News
Dindori15 Nov

शहपुरा नगर में धूमधाम से मनाई गई भगवान बिरसा मुंडा की जयंती, अतिथियों ने प्रतिमा पर अर्पित किए पुष्पहार

शहपुरा नगर में धूमधाम से मनाई गई भगवान बिरसा मुंडा की जयंती, अतिथियों ने प्रतिमा पर अर्पित किए…

पूरी खबर पढ़ें →
error: Content is protected !!