Vande Bharat Live TV News
देश • राज्य • जिला — खबरें तेज़, साफ और विश्वसनीय तरीके से
Junagadh

જૂનાગઢના ગિરનારી ગ્રુપ દ્વારા દિવાળી પર્વની અનોખી રીતે ઉજવણી જરૂરિયાતમંદ પરિવારોને અનાજની કીટ તથા બાળકોને મીઠાઈ, ફરસાણ, ફટાકડા અને કપડાંનું વિતરણ કરાયું

06 Nov 2026, 04:36 PM • Vande Bharat Live TV News
📣 शेयर करें: Facebook X Telegram LinkedIn लिंक कॉपी हो गया ✅
જૂનાગઢના ગિરનારી ગ્રુપ દ્વારા દિવાળી પર્વની અનોખી રીતે ઉજવણી જરૂરિયાતમંદ પરિવારોને અનાજની કીટ તથા બાળકોને મીઠાઈ, ફરસાણ, ફટાકડા અને કપડાંનું વિતરણ કરાયું - JUNAGADH, गुजरात

જૂનાગઢ તા. ૦૬-૧૧-૨૦૨૬

જૂનાગઢની સેવાભાવી સંસ્થા ગિરનારી ગ્રુપ દ્વારા પાંચ દિવસીય દિવાળી પર્વની અનોખી અને સેવાભાવી પ્રવૃત્તિઓ સાથે ઉજવણી કરવામાં આવી. તહેવારની સાચી ખુશી જરૂરિયાતમંદ લોકોના જીવનમાં ખુશીઓનો પ્રકાશ પાથરવામાં છે. તેવા સેવાભાવી અભિગમ સાથે ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી.
ગિરનારી ગ્રુપના સમીર દત્તાણી તથા સંજય બુહેચાની સંયુક્ત અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે, પાંચ દિવસીય દીપોત્સવના પર્વ નિમિત્તે દરેક પરિવારના જીવનમાં નિરોગીતા, સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે તેવા શુભ આશયથી જરૂરિયાતમંદ પરિવારોને અનાજ-કરિયાણાની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત એચ.આઈ.વી.ગ્રસ્ત બાળકો તેમજ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં વસવાટ કરતા બાળકોને દિવાળીના પર્વની ખુશીઓમાં સહભાગી બનાવવા માટે મીઠાઈ, ફરસાણ, ફટાકડા અને નવાં કપડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાકીય પ્રવૃત્તિ થકી બાળકોના ચહેરા પર ખુશીની લહેર જોવા મળી હતી.
આ પ્રસંગે ડૉ. પી. એચ. લાખણોત્રા, ડૉ. ભાવિનભાઈ પઢારિયા, ડૉ. ચંદ્રેશભાઇ વ્યાસ, ડૉ. અલ્પેશભાઈ વૈષ્ણાણી, ડૉ. જીતુભાઈ પાંભર, દિનેશભાઈ રામાણી, નાથબાપુ વાળા, કે. કે. ગોસાઈબાપુ, શાસ્ત્રી રવિભાઈ દવે, જયેશભાઈ સોલંકી, રમેશભાઈ બાકુ, કમલેશભાઈ સૈજુ, જલ્પાબેન, વિજયભાઈ કનેરિયા, રાહુલભાઈ પરમાર, પ્રો. પી. બી. ઉનડકટ, મહેન્દ્રભાઈ મશરૂ, યતીનભાઈ કારીયા, યોગેન્દ્રસિંહ પઢીયાર સહિતના આગેવાનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ સેવાકીય પ્રવૃત્તિને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ગિરનારી ગ્રુપના સભ્યશ્રીઓ દિનેશભાઈ રામાણી, સમીરભાઈ દવે, કિરીટભાઈ તન્ના, રાકેશભાઈ વાવૈયા, કિર્તીભાઈ પોપટ, દિલીપભાઈ દેવાણી, નિલેશભાઈ સરવૈયા, જીગ્નેશભાઈ ટીટીયા, હિરેનભાઈ વ્યાસ, દીપકભાઈ જોશી, હાર્દિકભાઈ વ્યાસ, વિમલભાઈ માણેક, નીતાબેન માણેક, નયનાબેન રાયઠઠા, કૈલાશબેન પટોડીયા, કિશોરભાઈ પટોડીયા, ચંદ્રકાંતભાઈ રાઈઠઠ્ઠા, કૃપાલભાઈ નંદાણીયા, બીપીનભાઈ ઠકરાર, વિપુલભાઈ બુદ્ધદેવ, દિલીપભાઈ સરબદડિયા, અરવિંદભાઈ શિરોયા, સંદીપભાઈ રાઠોડ, અક્ષતભાઈ ધનેશા, હિરેનભાઈ ચૌહાણ, સાહિલ કુમાર, કરણભાઈ કિંદરખડીયા, ઉમાબેન કિંદરખડિયા, માધવીબેન શેઠિયા, પ્રતિકભાઈ કાઠી, જીજ્ઞાબેન કાચા, ધવલભાઈ ચૌહાણ, વત્સલભાઈ કારીયા, નિલેશભાઈ જોશી, વિજયભાઈ દવે, ભાવિનભાઈ મારુ, સંજયભાઈ ચોલેરા, દોશીભાઈ સહિતના સભ્યોએ ઉત્સાહભેર પોતાની સેવાઓ આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
તહેવારોની ઉજવણી માત્ર પોતાના પરિવાર પૂરતી સીમિત ન રહેતાં સમાજના જરૂરિયાતમંદ પરિવારો અને બાળકો સુધી ખુશીઓ પહોંચે તેવો સંદેશ ગિરનારી ગ્રુપ દ્વારા આપવામાં આવ્યો હતો, તેમ યાદીના અંતે જણાવાયું હતું.

રિપોર્ટર સુદીપ ગઢીયા

📣 शेयर करें: Facebook X Telegram LinkedIn लिंक कॉपी हो गया ✅

🔔 Vande Bharat News Alerts

नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।

संबंधित और ताज़ा खबरें

गुरुद्वादशी के पावन अवसर पर विधायक प्रेमेंद्र शेट ने मयेम मठ में अर्पित की सेवा
North Goa06 Nov

गुरुद्वादशी के पावन अवसर पर विधायक प्रेमेंद्र शेट ने मयेम मठ में अर्पित की सेवा

मयेम : गुरुद्वादशी के पावन अवसर पर विधायक प्रेमेंद्र विष्णु शेट ने मयेम के गांवकरवाड़ा स्थित श्री आदिनाथ…

पूरी खबर पढ़ें →
कासगंज प्रभु पार्क में 7 नवंबर को सेवा भारती आयोजित करेगी भव्य दीपोत्सव कार्यक्रम।
Kasganj05 Nov

कासगंज प्रभु पार्क में 7 नवंबर को सेवा भारती आयोजित करेगी भव्य दीपोत्सव कार्यक्रम।

कासगंज प्रभु पार्क में 7 नवंबर को सेवा भारती आयोजित करेगी भव्य दीपोत्सव कार्यक्रम। सेवा भारती की बैठक…

पूरी खबर पढ़ें →
જુનાગઢ જિલ્લાના માંગરોળમાં કગરાણા પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન
Junagadh05 Nov

જુનાગઢ જિલ્લાના માંગરોળમાં કગરાણા પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન

માંગરોળ તાલુકાના મૂળ નગીચાણા ગામના વતની અને હાલ માંગરોળના નિવાસી ગૌલોકવાસી નંદકિશોરભાઈ દુર્લભદાસ કગરાણાનું ચક્ષુદાન થયું તા.04/11/2026,બુધવાર ના…

पूरी खबर पढ़ें →
ચોટીલા ચામુંડા માતાજી મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર
Surendranagar05 Nov

ચોટીલા ચામુંડા માતાજી મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર

દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખી મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેર કરાયો નવો સમય; 24 નવેમ્બરે કારતક સુદ પૂનમ નિમિત્તે વિશેષ…

पूरी खबर पढ़ें →
error: Content is protected !!