ચોટીલા ચામુંડા માતાજી મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર
🔔 Vande Bharat News Alerts
नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।

દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખી મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેર કરાયો નવો સમય; 24 નવેમ્બરે કારતક સુદ પૂનમ નિમિત્તે વિશેષ વ્યવસ્થા
ચોટીલા: ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલામાં બિરાજમાન શ્રી ચામુંડા માતાજીના મંદિરમાં દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને દર્શન અને મંગળા આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તહેવાર દરમિયાન મોટી સંખ્યામાં માઈભક્તો દર્શનાર્થે આવતા હોવાથી યાત્રાળુઓની સુવિધા માટે મંદિર ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
જાહેર કરાયેલા સમય મુજબ, 8થી 14 નવેમ્બર દરમિયાન સવારે 3:30 કલાકે પગથિયાના ગેટ ખોલવામાં આવશે અને સવારે 4:00 કલાકે માતાજીની મંગળા આરતી યોજાશે. જ્યારે 15થી 23 નવેમ્બર દરમિયાન સવારે 4:30 કલાકે ગેટ ખોલવામાં આવશે અને સવારે 5:00 કલાકે મંગળા આરતી કરવામાં આવશે.
આ ઉપરાંત, 24 નવેમ્બરે કારતક સુદ પૂનમના પવિત્ર અવસરે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આ દિવસે રાત્રે 1:30 કલાકે પગથિયાના ગેટ ખોલવામાં આવશે અને રાત્રે 2:00 કલાકે મંગળા આરતી યોજાશે.
જોકે, સાંજની આરતી અને ભોજન પ્રસાદના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ભોજન પ્રસાદનો સમય સવારે 11:00થી બપોરે 12:00 વાગ્યા સુધીનો રહેશે.
મંદિરે દર્શનાર્થે આવતા તમામ માઈભક્તોને નવા સમયની નોંધ લેવા મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવાયું છે.
नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।

जिला जनसम्पर्क कार्यालय धनबाद दिनांक- 5 नवंबर 2026 उपायुक्त सह जिला दंडाधिकारी श्री आदित्य रंजन के निर्देश पर…
पूरी खबर पढ़ें →
धनतेरस को लेकर बेलघाट पुलिस अलर्ट, बाजार में सुरक्षा व्यवस्था का लिया जायजा सराफा दुकानदारों को सीसीटीवी कैमरे…

तेज़ खबरें सीधे अपने मोबाइल की Home Screen पर पाएँ।
App केवल Vande Bharat Live TV News की official website से install करें।