દિવાળીની રાતે ખાંભામાં થયેલા હત્યાકાંડમાં 7 આરોપીઓની ધરપકડ, ઘટનાસ્થળે લઈ જઈ પોલીસે કરાવ્યું રિકન્સ્ટ્રક્શન
🔔 Vande Bharat News Alerts
नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।

### દિવાળીની રાતે ખાંભામાં થયેલા હત્યાકાંડમાં 7 આરોપીઓની ધરપકડ, ઘટનાસ્થળે લઈ જઈ પોલીસે કરાવ્યું રિકન્સ્ટ્રક્શન
ખાંભા: અમરેલી જિલ્લાના ખાંભા શહેરમાં દિવાળીની રાત્રે એક જ જ્ઞાતિના બે જૂથો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં એક વ્યક્તિની હત્યા નિપજાવવાના ચકચારી બનાવમાં ખાંભા પોલીસે સાત આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે તમામ આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ સમગ્ર બનાવનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર, ખાંભા શહેરના ભગતવીપરા વિસ્તારમાં દિવાળીના તહેવાર દરમિયાન એક જ જ્ઞાતિના બે જૂથો વચ્ચે થયેલી અથડામણમાં છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ખાંભાના રહેવાસી સુલતાનભાઈ દાઉદભાઈ સોલંકીની હત્યા નિપજાવવામાં આવી હતી. જ્યારે આ હિંસક ઘટનામાં પાંચથી વધુ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ખાંભા પોલીસે તપાસ હાથ ધરી સાત આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે છ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા હતા.
પોલીસે આરોપીઓને ખાંભા શહેરના ભગતવીપરા વિસ્તારમાં બનાવના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન પોલીસ દ્વારા સમગ્ર ઘટનાક્રમ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
દિવાળીના પવિત્ર તહેવાર દરમિયાન બનેલી આ લોહિયાળ ઘટનાએ સમગ્ર ખાંભા પંથકમાં ચકચાર મચાવી દીધી હતી. હવે પોલીસ તપાસમાં હત્યા પાછળનું ચોક્કસ કારણ અને ઘટનાની અન્ય વિગતો સામે આવે તેવી શક્યતા છે.
नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।

तेतुलमारी, धनबाद आज दिनांक 12/11/2026 स्वागत समारोह रखा गया, आयोजकों के द्वारा सुरेश महतो ज़ी के प्रति आभार…
पूरी खबर पढ़ें →
रंग लाया गोविंद यादव का प्रयास, रेलवे अंडरपास का निर्माण कार्य हुआ पूरा रेलवे अंडरपास ब्रिज का निर्माण…

स्कूल बस हुई अनियंत्रित, दुकान के पास जाकर टकराई; बड़ा हादसा टला एक बड़ा सवाल लापरवाही किसकी ?…
पूरी खबर पढ़ें →
तेज़ खबरें सीधे अपने मोबाइल की Home Screen पर पाएँ।
App केवल Vande Bharat Live TV News की official website से install करें।